ભાજપે મેનિફેસ્ટો નહીં માફીપત્ર બહાર પાડવુ જોઈએઃ કોંગ્રેસ


નવી દિલ્હી,તા.8.એપ્રિલ 2019, સોમવાર

લોકસભા ચૂંટણી માટે આજે બહાર પાડવામાં આવેલા ભાજપના મેનિફેસ્ટોને કોંગ્રેસે જુઠ્ઠાણાનો  ગુબ્બારો ગણાવ્યો છે.

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કહ્યુ હતુ કે, ભાજપના મેનિફેસ્ટોમાં દેશ અ્ને પાર્ટીની કોઈ વાત જ નથી માત્ર મોદીની જ વાત છે.તેમાં માત્ર હું અને હુંનો અહંકાર સામેલ છે.એક તરફ અમારા મેનિફેસ્ટોના પહેલા પાને દેશની જનતાની તસવીર છે તો ભાજપના મેનિફેસ્ટો પર માત્ર મોદીની તસવીર છે

તેમણે કહ્યુ હતુ કે, આ મેનિફેસ્ટો નહી પણ જુઠ્ઠાણનો ગુબ્બારો છે.આના કરતા તો ભાજપે માફીપત્ર બહાર પાડ્યો હોત તો સારુ હોત.2014માં જે વાયદા ભાજપે કર્યા હતા તેનુ શું થયુ તેનો તો હિસાબ ભાજપ આપે.બેરોજગારી, કાળા નાણા અંગે ભાજપે કરેલા વાયદાનો હિસાબ પહેલા આપે.

કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે,2014માં ભાજપે જે 125 વાયદા કર્યા હતા તેનુ શુ થયુ? 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U2vpSD
via Latest Gujarati News

Post a Comment

0 Comments