રાફેલ પર જેટલું ઓછું બોલવામાં આવે તેટલું જ સારું છે: શિવસેના


મુંબઇ, તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર

શિવસેનાએ પોતાની સહયોગી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સલાહ આપી છે કે તે રાફેલ કરાર પર ઓછું બોલે, જેને લઇને કોંગ્રેસ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. શિવસેનાએ ચેતવણી આપી કે, અનાવશ્યક નિવેદનબાજીથી રાષ્ટ્રીય પાર્ટીની મુશ્કેલી વધી શકે છે.

શિવસેનાએ કહ્યું કે, જો ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓને ઇલેક્ટ્રોનિક મીડિયાથી સંતુષ્ટ રહી હોત તો નમો ટીવી પર પ્રતિબંધથી બચી શકાયું હોત. ઉદ્ધવ ઠાકરેએ જલગાંવમાં જનસભા દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન સામે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઝડપને લઇને રાષ્ટ્રીય પાર્ટી પર નિશાન સાધ્યું હતુ.


from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uv8152
via Latest Gujarati News

Post a Comment

0 Comments