જો ઉંઘની તકલીફ હોય તો જાણી લો એનું કારણ

શું તમે પણ ઉંઘને લગતી તકલીફથી હેરાન છે. આ વારસાગત તકલીફ છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આપણાં શરીરના કેટલાક ભાગોના વારસાગત કોડ ખરાબ ઉંઘ માટે જવાબદાર હોય છે. મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલ અને એક્સેટર યુનિવર્સિટીના સંશોધકોએ 47 એવી કડીઓ શોધી છે જે વારસાગત કોડ અને ઉંઘના ગુણ અને પ્રમાણ સાથે સંલગ્ન હોય.


જીનોમિક ક્ષેત્રોમા પીડીઈ11એ નામનો જીન શોધ્યો છે. રિસર્ચર્સના આ જૂથે શોધી કાઢ્યું કે અસાધારણ અને વિવિધ પ્રકારના આ જીન્સ માત્ર ઉંઘને જ પ્રભાવિત નથી કરતા. સાથે જ એની ગુણવત્તા પર પણ અસર કરે છે. એક્સેટર યુનિવર્સિટીના મુખ્ય લેખક સેમ્યુઅલ જોન્સે કહ્યું કે આ અભ્યાસ ઉંઘની ખાસિયતને પ્રભાવિત કરનારી વારસાગત વિવિધતાઓની ઓળખીને વ્યક્તિનીઉંઘમાં આણ્વિક ભૂમિકા સમજાવવા નવો દૃષ્ટિકોણ આપે છે.

આ વાતને આગળ વધારતા યુનિવર્સિટીના એન્ડ્યૂ વુડે કહ્યું કે ઉંઘની ગુણવત્તા અને પ્રમાણ તેમજ સમયમાં પરિવર્તન થવાથી માણસ ડાયાબિટીસ, સ્થૂળતા અને મનોવિકાર જેવી અનેક પ્રકારની બીમારીઓમાં સપડાઇ જાય છે. જનરલ નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત રિસર્ચ  પેપરમાં સંશોધકોએ યૂકે બાયોબેન્કના આશરે 85,670 અને અન્ય રિસર્ચમાંથી આશરે 5,819 ભાગ લેનારાઓના આંકડા ભેગા કર્યાં હતા. આ લોકોએ પોતાના કાંડા પર ત્વરણમાપક યંત્ર બાંધી રાખ્યું હતું, જે એમની ગતિવિધિઓના સ્તરને સતત રેકોર્ડ કરતું હતું.

જેમાં રિસર્ચર્સને જાણવા મળ્યુ કે વારસાગત બાબતોની સાથે ઉંઘની ગુણવત્તાને સંબંધ છે. સાથે જ તે ખુશી અને સુખ જેવી ભાવનાઓને સંચારિત કરનારા સેરોટોનિનના ઉત્પાદન સાથે પણ જોડાયેલ છે. સેરોટોનિન નિંદ્રા ચક્રમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે અને ઘેરી- આરામપ્રદ ઉંધ આપે છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IfvX6c
via Latest Gujarati News

Post a Comment

0 Comments