ઉનાળો રંગ જમાવી રહ્યો છે. આ સીઝનમાં તમે ગમે તેટલું પાણી પીવો તરસ સંતોષાતી નથી. આવામાં જો કોઈ એનર્જી ડ્રિંક પીવામાં આવે તો હેલ્થ સારી રહે છે. આ એનર્જી ડ્રિંક્સ તમારા પાચનનું પણ ધ્યાન રાખે ચે. આજે અહીં મસાલા છાશ કેવી રીતે બનાવવી તે જણાવીશું. મસાલા છાશ કે ફુદિના છાશ ગરમીમાં રાહત આપે છે.

મસાલા છાશ
સામગ્રી
છાશ- 2 કપ
દહી - અડધો કપ
ફુદીનાના પાન- 15થી 20 પાંદડા
શેકેલા જીરાનો પાવડર - અડધી ચમચી
સંચળ - અડધી ચમચી
મરી પાવડર - અડધી ચમચી
બરફની છીણ - વાડકી
રીત
સૌપ્રથમ ફુદીનાના પાન અને કોથમીરને ધોઇને સાફ કરી લો. એ પછી મિક્સરમાં, છાશ, ફુદીનો, દહી, જીરું, સંચળ, મરી પાવડર અને મીઠું ઉમેરીને ક્રશ કરી લો. તેને એક તપેલામાં કાઢીને તેમાં જરૂર જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. તમારી મસાલા છાશ કે ફુદિના છાશ તૈયાર છે. તેને સર્વિંગ ગ્લાસમાં કાઢીને છીણેલો બરફ નાખીને, ઉપર જીરું પાવડર છાંટીને સર્વ કરો.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D2k27e
via Latest Gujarati News
0 Comments