પાકિસ્તાનના F-16ને માર્યાના પુરાવા છે અમારી પાસે: ભારતીય વાયુસેના


નવી દિલ્હી, તા. 08 એપ્રિલ 2019, સોમવાર

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના જુઠાણાંનો પર્દાફાશ કર્યો છે. ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે, ગત 27 ફેબ્રુઆરીએ ભારતીય MIG-21 બોઇસન વિમાનને પાકિસ્તાનના F-16ને પરાસ્ત કર્યું હતું. પાકિસ્તાનનું આ વિમાન પાકિસ્તાનના કબ્જાવાળી કંટ્રોલ લાઇન નજીક પડ્યું.

વાયુસેનાએ કહ્યું કે, તેમની પાસે F-16ને માર્યાનું અને પાકિસ્તાને ભારત વિરુદ્ધ F-16નો ઉપયોગ કર્યો હતો તેના અકટ્ય પુરવા છે. વાયુસેનાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, તે વાતમાં કોઇ શંકા નથી કે 27 ફેબ્રુઆરી 2019ના રોજ આકાશમાં એક-બીજા સાથે ટક્કર આપતા બે વિમાન નીચે પડ્યા. તેમાંથી એક ભારતીય વાયુસેનનું બોઇસન અને બીજું પાકિસ્તાની વાયુસેનાનું F-16 ફાયટર પ્લેન હતું. જે ઇલેક્ટ્રોનિક સિગ્નેચર અને રેડિયો વાતચીતથી કન્ફર્મ થાય છે.

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની F-16ની રડાર ઇમેજ પણ જાહેર કરી છે.એર વાઇસ માર્શન આર.જી.કે. કપુરે કહ્યું કે, અમારી પાસે F-16ના ઉપયોગ અને તેને માર્યાના પુરાવા છે પરંતુ સુરક્ષા અને ગૃપ્તતાના કારણે અમે તે પુરાવા જાહેર કરી શકીએ નહી.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I7lqtF
via Latest Gujarati News

Post a Comment

0 Comments