મેનકા ગાંધીના તેવર બગડ્યા, મત આપજો નહી તો...


નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર

ઉત્તરપ્રદેશના સુલ્તાનપુર લોકસભા સીટ પરથી આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે મેનકા ગાંધીના તેવર બગડ્યા છે. તેમણે મુસ્લિમ વિસ્તારમાં એક સભામાં ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે, હું તો ચૂંટણી જીતી રહી છું, તેવામાં તમે અમારો સાથ આપજો નહી તો કાલે જ્યારે કામ માટે આવશો તો સમજી લેજો હું શું કરીશ. હું કોઇ મહાત્મા ગાંધીની છઠ્ઠી ઔલાદ નથી.


મેનકા ગાંધી સુલ્તાનપુર જિલ્લાના મુસ્લિમ બહૂમતી ધરાવતા ગામ તુરાબખાની વિસ્તારમાં એક સભાને સંબોધિત કરી રહી હતી. જેમાં તેઓ મુસલમાનોને ધમકી ભર્યા સ્વરમાં મત માંગી રહ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મેનકા ગાંધી કહી રહી છે કે અમે ખુલ્લા હાથ અને ખુલ્લા દિલ સાથે તમારી સાથે છીએ તમારે કાલે મારી જરૂર પડશે. હવે તમારે જરૂરીયાત માટે પાયો નાખવો છે, તો સાચો સમય છે.

તેમણે વધુમાં કહ્યું કે, મારા ફાઉન્ડેશને તમારા માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે છે તો તમે કહો છો અમે ભાજપને મત નહી આપીશું. હું તો ચૂંટણી જીતી ચૂકી છું. આ જીત તમારા વિના થશે તો ખાટી હશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GjftYr
via Latest Gujarati News

Post a Comment

0 Comments