રાહુલ જવાબ આપે કે ચોકીદાર જ ચોર છે તેવું અમે ક્યારે કહ્યું ?: સુપ્રીમ


૨૨મી સુધીમાં રાહુલ ગાંધી પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરે, ૨૩મીએ અમે સુનાવણી કરીશું : સુપ્રીમ, 

નવી દિલ્હી, તા.15 એપ્રિલ, 2019, સોમવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અમેઠીમા ઉમેદવારી પત્ર ભર્યા બાદ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર કર્યું છે કે ચોકીદાર જ ચોર છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટમાં કોર્ટની અવમાનનાની ફરિયાદ થઇ હતી. જેને પગલે આ અરજીને ધ્યાનમા રાખીને સુપ્રીમ કોર્ટે હવે રાહુલ ગાંધી પાસેથી જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે સાથે રાહુલ ગાંધીને પૂછ્યું છે કે તેઓ જણાવે કે અમે આવું નિવેદન ક્યારે કર્યું હતું. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે અમારા નિવેદનમાં એવુ નથી કહ્યું કે ચોકીદાર નરેન્દ્ર મોદી ચોર છે. રફાલ સોદાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, સુપ્રીમ કોર્ટમાં સરકારે એવી દલીલ કરી હતી કે રફાલ સોદામાં જે પુરાવા હાલ સુપ્રીમ કોર્ટમા ંરજુ કરવામાં આવ્યા તેેેને માન્ય ન રાખવામાં આવે કેમ કે તે પુરાવા કે દસ્તાવેજો લીક થયેલા છે.

જોકે સુપ્રીમ કોર્ટે સરકારની આ દલિલોને ફગાવી દીધી હતી અને રજુ કરેવા દસ્તાવેજોને માન્ય રાખ્યા હતા. સાથે રિવ્યૂ પિટિશનની સુનાવણી માટે પણ સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ હતી. સુપ્રીમના આ આદેશને ટાંકીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર કર્યો છે કે ચોકીદાર જ ચોર છે. 

આ અંગે બાદમાં ભાજપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટની અવમાનના આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ આરોપોની નોંધ લીધી હતી અને આગામી ૨૨મી એપ્રીલ સુધીમા રાહુલ ગાંધીને જવાબ આપવા કહ્યું છે. તેથી આ અંગે હવે આગામી ૨૩મી એપ્રીલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભાજપના નેતા મિનાક્ષી લેખી વતી દલિલો કરી રહેલા વરીષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કોર્ટની અવમાનના કરી છે, તેમણે મોદીને નિશાન બનાવી જે નિવેદન કર્યું તે જુઠુ છે અને સુપ્રીમ કોર્ટે એવુ કહ્યું જ નથી કે ચોકીદાર જ ચોર છે. જ્યારે અરજદાર મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટને રાજકારણમાં વચ્ચે લાવી રહ્યા છે જે યોગ્ય નથી. 

અમે ૨૨મી સુધીમાં સુપ્રીમમાં રાહુલ ગાંધીના નિવેદન અંગે સ્પષ્ટતા કરીશું : કોંગ્રેસ 

સમગ્ર મામલે વિવાદ વચ્ચે કોંગ્રેસે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અંગે સુપ્રીમ કોર્ટે જે જવાબ માગ્યો છે તેને અમે કોર્ટમાં આપીશું. અને રાહુલના નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરીશું. કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે રફાલ મુદ્દે રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું તે અંગે અમે અમારો જવાબ ૨૨મી એપ્રીલ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં રજુ કરીશું. ૨૨મી એ જવાબ રજુ કરવાનો છે જ્યારે ૨૩મીએ આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.

 રાહુલ ગાંધી દ્વારા શુ જવાબ આપવામાં આવશે તે અંગે કોંગ્રેસે કોઇ સ્પષ્ટતા નથી કરી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ કે ચોકીદાર ચોર છે તેવું તેણે કહ્યું નથી અને એટર્ની જનરલે રફાલ મુદ્દે જે જવાબ આપ્યો તેને ટાંકીને અને દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને જ રફાલ અંગે આદેશ આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે રફાલ વિવાદ અંગે જે આદેશ આપ્યો હતો તેને ટાંકીને રાહુલે દાવો કર્યો હતો કે સુપ્રીમે કહ્યું છે કે ચોકીદાર જ ચોર છે. આ નિવેદન બાદ હવે રાહુલ સામે સુપ્રીમમાં અપીલ થઇ છે જેની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે આવુ કોઇ જ નિવેદન નથી કર્યું, અમે રાહુલ ગાંધી પાસેથી સ્પષ્ટતા કરવા જવાબ રજુ કરવા કહીએ છીએ. અમને આશા છે કે રાહુલ ગાંધી પણ આ મામલે યોગ્ય રીતે જવાબ રજુ કરશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UF5tBE
via Latest Gujarati News

Post a Comment

0 Comments