
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 20 એપ્રિલ 2019, શનિવાર
મુલુંડ પશ્ચિમમાં આવેલ મલબાર હિલ વિસ્તારની અંજૂ ઈમારતમાં એક રહેવાસીના રસોડામાં દોઢ ફૂટનો કોબ્રા દેખાતાં સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે સર્પમિત્રોની સતર્કતાને કારણે આ કોબ્રાને ૨૦ જ મિનીટમાં પકડી પાડવામાં આવ્યો હતો.
સંજય ગાંધી નેશનલ પાર્કના મુલુંડના વનવિસ્તાર પાસે મલબાર હિલનો ભાગ પડે છે. આથી ગત દોઢ મહિનામાં ઈમારતમાં છ થી સાત ઝેરી-બિનઝેરી સર્પ દેખાયા છે. પરંતુ પહેલીવાર કોઈ રહેવાસીના ઘરમાં કોબ્રા જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતીનુસાર, પહેલે માળે રહેતાં એક રહેવાસીના કિચનમાં કુટુંબીઓએ કોબ્રાને પ્રવેશતાં જોયો હતો. તેમણે તુરંત જ દરવાજો બંધ કરી 'રેસ્કીંગ અસોસિએશન ફોર વાઈલ્ડલાઈફ વેલ્ફેર' (રૉ) સંસ્થાના સર્પમિત્રોને ફોન કર્યો હતો. 'રૉ'ના સર્પમિત્ર હસમુખ વળંજૂ અને જકીમ નાઈકે ઘટનાસ્થળે પહોંચી માત્ર ૨૦ મિનીટમાં કોબ્રાને પકડી પાડી નૈસર્ગિક પરિસરમાં છોડી મૂક્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PmNc61
via Latest Gujarati News
0 Comments