
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 20 એપ્રિલ 2019, શનિવાર
બોલીવૂડના કલાકારો જ્યારે તારીખોની સમસ્યાનો ભોગ બને છે ત્યારે અન્ય એક્ટર્સ માટે એ ભાગ્યશાળી સાબિત થાય છે.
પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો તેણે છેલ્લી ઘડીએ સલમાન ખાન સાથેની ભારત છોડી દીધી હતી. આ પછી કેટરિના કૈફને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી. ચર્ચા તો એવી પણ હતી કે સલમાન ખાને કેટરિના છેલ્લી ઘડીએ મદદરૂપ થઈ તેથી પ્રિયંકા મેળવતી હતી તેટલી જ રકમ ફી તરીકે અપાવી હતી.
કેટરિના કૈફે 'સ્ટ્રીટ ડાન્સર' છોડી દીધી અને તેના સ્થાને શ્રદ્ધા કપૂર ગોઠવાઈ ગઈ.
શ્રદ્ધા કપૂર સાઈના નેહવાલની બાયોપિક કરી રહી હતી. તે માટે તેણે થોડા દ્રશ્યોનું શૂટિંગ પણ કર્યું હતું. પરંતુ પછીથી તેને ડેન્ગ્યુ ંથતા તે આ ફિલ્મનું શૂટિંગ અટકી પડયું હતું. લાંબા સમય બાદ સાજી થયા પછી તેની પાસે અન્ય પ્રોજેકટ હોવાથી તે આ ફિલ્મમાંથી નીકળી ગઈ હતી.
ભૂતકાળમાં રેખાએ પણ 'ફિતુર' ફિલ્મ અધવચ્ચે છોડી દીધી હતી. જે રીતે આફિલ્મનું તેનું પાત્ર વળાંક લેતું હતું. તેનાથી રેખા ખુશ ન હોવાથી તેણે આ ફિલ્મ છોડી દીધી હતી અને તેના સ્થાને તબુગોઠવાઈ ગઈ હતી.
'સ્મૃતિ ઈરાનીએ પણ 'ઓલ ઈઝ વેલ' માટે ઉમેશ શુકલાને તારીખો ફાળવી હતી. પરંતુ તેના રાજકારણના કમિટ મેન્ટના કારણે તેણે પછીથી આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો અને તેના સ્થાને સુપ્રિયા પાઠક આવી ગઈહતી.
ફિલ્મ 'પલટન'ના શૂટિંગના શરૂઆત બાદ અભિષેક બચ્ચને આ ફિલ્મ છોડી દીધી હતી અને તેના સ્થાને સોનુ સુદને લેવામાં આવ્યો હતો.
સૌથી રસપ્રદ કિસ્સો ઐશ્ચર્યા રાયનો છે. એ સમયે સલમાન તેના પ્રેમમાં પાગલ હતો. ઐશ્ચર્યા ત્યારે શાહરૂખ સાથે 'ચલતે ચલતે'નું શૂટિંગ કરતી હતી. સલમાન સેટ પરજઈને ધમાલ કરતો હોવાથી શાહરૂખે કંટાળીને ઐશ્ચર્યાને આ ફિલ્મમાંથી દૂર કરી હતી અને તેના સ્થાને રાણી મુખર્જી આવી ગઈ હતી.
તાજેતરમાં જેકલિન ફર્નાન્ડિઝે 'ધ ગર્વ ઓન ધ ટ્રેન' છોડી દેતા પરિણિત ચોપરાને આ ફિલ્મ મળી હોવાના અહેવાલ હતા.
કોઈને કોઈ કારણે કલાકારો લીધેલી ફિલ્મ અધવચ્ચેથી છોડી દેતા હોય છે, ત્યારે નવા કલાકારોને શોધવાનું નિર્માતા- દિગ્દર્શક માટે માથાનો દુખાવો બની જતો હોય છે જોકે તારીખોની આ રમતમાં ઘણી વખત ફિલ્મ છોડી દેવાને કારણે કલાકારોને નુકસાન થવાના પણ દાખલા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IvO6gb
via Latest Gujarati News
0 Comments