(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 14 એપ્રિલ 2019, રવિવાર

આલિયા ભટ્ટે ઓછા સમયમાં બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તેની ્મોટાભાગની ફિલ્મો સફળ થઇ રહી છે. જોકે આલિયા આટલાથી સંતોષ માણનારી નથી, તેણે તો તક મળે તો હોલીવૂડ્માં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે. 

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું હતું કે, મને પણ હોલીવૂડમાંથી ઔફર મળશે તો ચોક્કસ હું તેના પર વિચારીશ. કોઇ પણ નવી ઇન્ડસ્ટ્રીમાં જવું સરળ નથી હોતું. મને પણ હોલીવૂડમાં જવાની ઇચ્છા છે. મને આશા છે કે મને પણ આ મોકો મળશે. ત્યાં કામ મેળવવા માટે મરે વધુ કામની સાથેસાથે વધુ મહેનત પણ કરવી પડશે. 

હોલીવૂડમાં આ પહેલા ઐશ્વર્યા, પ્રિયંકા, દીપિકા પણ કામ કરી ચુકી છે. એટલું જ નહીં ઐશ્વર્યાએ હોલીવુડમાં ફરી કામ કરવા માટે પોતાની એક ટીમ ્રચી છે. જેના દ્વારા તે હોલીવૂડના દિગજ્જોના સંપર્કમાં છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dgm9Va
via Latest Gujarati News