
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 14 એપ્રિલ 2019, રવિવાર
ઠગ્સ ઓફ હિંદુસ્તાનની સફળતા બાદ આમિર ખાન ટચૂકડા પડદે પત્ની કિરણ રાવ સાથે પાછો ફરી રહ્યો છે.
મળેલી બાતમીના અનુસાર એક શો તુફાન આલય દ્વારાઆમિર નાના પડદે પાછો ફરવાનો છે. આ શોની એક ખાસ વાત એ છે કે, આ વખતે શોમાં તેની પત્ની કિરણ રાવ પણ હશે. આ પતિ-પત્ની પોતાના શોને હોસ્ટ કરવાના છે. આ શો દ્વારા આમિર મહારાષ્ટ્રમાં પાણીના દુકાળગ્રસ્તો સ્થળો પર પ્રકાશ ફેંકશે.
આમિરે આ શોને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે. જેમાં તે અને તેની પત્ની આ શોની જાણકારી આપતા જોવા મળે છે.
આમિરે આ વીડિયોમાં કહ્યું છે કે, તુફાન આલય શો દ્વારા આપણે આઠ અઠવાડિયા સુધી જોડાયેલા રહેશું. આપણે બધા જ આ કન્ટ્રોલ રૂમમાં મળશું, અને અહીંથી તમને અસલી હીર્-હિરોઇનોની વાતો જણાવશું. જે મહારાષ્ટ્રના અલગ-અલગ ગામડાઓમાંની હશે.
આમિર ઘણા વરસોથી પાણી ફાઉન્ડેશનથી જોડાયેલો છે. જેના દ્વારા મહારાષ્ટ્રમાં ઘણા શહેરો-ગામડાઓના સર્વે કરવામાં આવ્યો છે. તેમજ તેમને પાણી કઇ રીતે પહોંચાડી શકાય તે જાણવાના પણ પ્રયાસ થયા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMHOf8
via Latest Gujarati News
0 Comments