
લોસ એંજલ્સ તા.15 એપ્રિલ 2019, સોમવાર
મેટ્રો ગોલ્ડવીન મેયર કંપનીએ એમી જંપને પોતાની હિટ ફિલ્મ ટુમ્બ રેઇડરની સિક્વલની સ્ક્રીપ્ટ લખવા માટે સાઇન કરી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
મૂળ ફિલ્મમાં એલિશિયા વીકંદરે મુખ્ય રોલ કર્યો હતો. હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલ મુજબ ટોમ હિડલસ્ટન અભિનિત હિટ ફિલ્મ હાઇ રાઇઝ અને ડાયરેક્ટર બેન વ્હીટલીની હિટ ફિલ્મ ફ્રી ફાયર જેવી ફિલ્મોની સ્ક્રીપ્ટ એમી જંપે લખી હતી. હવે એ મેટ્રો ગોલ્ડવીન મેયર જેવી પ્રતિષ્ઠિત કંપની માટે ટુમ્બ રેઇડરની સિક્વલની સ્ક્રીપ્ટ તૈયાર કરશે.
ગયા વરસે રજૂ થયેલી ટુમ્બ રેઇડરનું ડાયરેક્શન રોર ઉઠૌગે કર્યું હતું. એમાં એલિશિયાએ લારા ક્રોફ્ટનો મુખ્ય રોલ કર્યો હતો. સિક્વલનું ડાયરેક્શન પણ ઉઠૌગ કરશે કે કેમ એ હજુ જાહેર કરાયું નથી. સ્ટોરીલાઇન વિશે પણ હાલ ગુપ્તતા સેવાઇ રહી છે.
ઓરિજિનલ ફિલ્મે 27૦ મિલિયન અમેરિકી ડૉલર્સનો બિઝનેસ કર્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z49RIO
via Latest Gujarati News
0 Comments