શ્રીરામ રાઘવનની નવી ફિલ્મ જૂનમાં ફ્લોર પર જશે


મુંબઇ તા.15 એપ્રિલ 2019, સોમવાર

ફિલ્મ સર્જક શ્રી રામ રાઘવનની આગામી ફિલ્મ આ વર્ષના જૂનમાં ફ્લોર પર જશે એવી જાહેરાત કરવામાં આવી હતી. તેમની છેલ્લી ફિલ્મ અંધાધૂંધ હિટ નીવડી હતી.

આયુષમાન અને તબુને ચમકાવતી હિટ ફિલ્મ અંધાધૂંધ આપ્યા બાદ હવે શ્રી રામ રાઘવન નવી ફિલ્મની તૈયારીમાં પડયા છે. આ ફિલ્મ મોખરાના ફિલ્મ નિર્માતા રમેશ તૌરાની અને ટીપ્સ દ્વારા બનાવવામાં આવશે. આ સમાચારને તૌરાનીએ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું ેકે અમે ગયા વરસેજ શ્રી રામ રાઘવનને સાઇન કર્યાં હતાં. એ બ્રિલિયન્ટ ડાયરેક્ટર છે. શ્રી રામ થ્રીલર્સ માટે જાણીતા છે અને અમારી આગામી ફિલ્મ પણ થ્રીલર હશે.

હાલ આ ફિલ્મની સ્ક્રીપ્ટને ફાઇનલ ટચ અપાઇ રહ્યો છે એમ પણ તૌરાનીએ કહ્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UfB1c1
via Latest Gujarati News

Post a Comment

0 Comments