
મુંબઇ તા.15 એપ્રિલ 2019, સોમવાર
કમાન્ડો ફેમ એક્શન અભિનેતા વિદ્યુત જામવાલે વધુ એક એેક્શન થ્રીલર ફિલ્મ સાઇન કરી હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત હોવાનો દાવો કરાઇ રહ્યો છે.
ડાયરેક્ટર ફારુખ કબીર ખુદા હાફિઝ નામે એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે. કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક એના નિર્માતા છે. આ ફિલ્મનંુ શૂટિંગ મોરોક્કો અને કેરળના કેટલાંક લોકેશનોમાં કરવાની ફારુખની યોજના છે. હીરોઇનની તલાશ ચાલુ છે.
નિર્માતાઓ દ્વારા અપાયેલી માહિતી મુજબ આ વર્ષના જુલાઇમાં આ ફિલ્મ ફ્લોર પર જશે અને આવતા વર્ષના આરંભમાં એને રજૂ કરવાની યોજના છે. આ ફિલ્મના એક્શન દ્રશ્યો માટે હોલિવૂડના એક્સપર્ટ કોરિયોગ્રાફરને તેડાવવાની પણ તેમની યોજના છે.
વિદ્યુતે કહ્યું હતું કે સત્ય ઘટના પર આધારિત લવ સ્ટોરી કરવાની મને તક મળી રહી છે તેથી હું ઉત્તેજિત થયો છું. ફિલ્મ ફ્લોર પર જાય એની વાટ જોઉં છું.
કુમાર મંગત પાઠક અગાઉ પ્યાર કા પંચનામા, દ્રશ્યમ અને રેઇડ જેવી ફિલ્મો આપી ચૂક્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdM94j
via Latest Gujarati News
0 Comments