તક મળ્યે પોલિટિક્સમાં પણ ઝંપલાવીશ : અભિનેત્રી સારા અલી ખાન


મુંબઇ તા.15 એપ્રિલ 2019, સોમવાર

અભિષેક કપૂરની કેદારનાથ અને રોહિત શેટ્ટીની સિમ્બા જેવી બબ્બે હિટ ફિલ્મો આપનારી અભિનેત્રી સારા અલી ખાને કહ્યું હતું કે મને તક મળશે તો હું પોલિટિક્સમાં પણ એન્ટ્રી મારીશ.

સારા અલી ખાનના ચાહકોને આ વાત ગમે કે ન ગમે પરંતુ સારાના લોહીમાં પોલિટિક્સ પણ છે. સારાની માતા અમૃતા સિંઘ રુખ્સાના સુલતાનાની પુત્રી હતી. રુખ્સાના ઇંદિરા ગાંધીના નાના પુત્ર અને કટોકટી કાળમાં બંધારણ બાહ્ય સત્તા ભોગવી ચૂકેલા સંજય ગાંધી સાથે કામ કરતી હતી.

રુખ્સાના સુલતાનાએ પ્રખર પત્રકાર ખુશવંત સિંઘના ભત્રીજા અને ભારતીય લશ્કરના અધિકારી જનરલ શવિંદર સિંઘ સાથે લગ્ન કર્યા હતાં. આમ સારાની રગેરગમાં પોલિટિક્સ છે. જો કે અત્યારે તો એ ફિલ્મોમાં અભિનય કરી રહી છે. એનાં માતાપિતા એની પોલિટિક્સમાં જોડાવાની ઇચ્છા વિશે જાણે છે કે કેમ એ એક સવાલ છે.

આજકાલ સારાનું નામ કાર્તિક આર્યન સાથે ચર્ચાઇ રહ્યું છે. બંને વચ્ચે કંઇક રંધાઇ રહ્યાની ગોસિપ અખબારોમાં પ્રગટ થતી રહે છે. સારાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી પાસે પોલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રીની વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી છે. યોગ્ય તક મળે તો હું પોલિટિક્સમાં પણ ઝંપલાવી શકું છું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gp1Eb4
via Latest Gujarati News

Post a Comment

0 Comments