
લોસ એંજલ્સ તા.15 એપ્રિલ 2019, સોમવાર
સ્ટેન્ડ અપ કોમેડિયન ઇયાન કોગ્નીટોનંુ એક સ્ટેજ પ્રોગ્રામમાં હાજર રહેલા ઓડિયન્સને હસાવતાં હસાવતાં અવસાન થયુ ંહતું. ઇયાને મનોરંજનની દુનિયાની એવી લોકોક્તિ સાચી પાડી હતી કે ગમે તે સંજોગોમાં શો મસ્ટ ગો ઓન...
લોન વુલ્ફ કોમેડી ક્લબના સંચાલક એન્ડ્ર્યુ બર્ડે આપેલી માહિતી મુજબ ઇયાન કોમેડી કરતાં કરતાં એક સ્ટૂલ પર બેસીને હાંફવા લાગ્યો અને ભારે શ્વાસ લેતો થયો ત્યારે એને પણ કોમેડી સમજીને લોકો હસતાં રહ્યાં.
પરંતુ ધીમે ધીમે ઇયાન કોઇ પણ હિલચાલ કરતો બંધ થયો ત્યારે કંઇક ગડબડ થઇ હોવાનું સંચાલકોને લાગ્યું. તરત એમ્બ્યુલન્સ તેડાવવામાં આવી. એમ્બ્યુલન્સના મેડિકલ સ્ટાફે ઇયાનને તપાસીને જાહેર કર્યું કે ઇયાનનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. એને જોરદાર હાર્ટ અટેક આવ્યો હતો.
બર્ડે વધુમાં એવી માહિતી આપી હતી કે સ્ટેજ શો શરૂ થતાં પહેલાંજ ઇયાન અસ્વસ્થ હતો પરંતુ એણે કહ્યું હતું કે ઓડિયન્સ મારી પાસે બહુ મોટી અપેક્ષા લઇને આવ્યું છે. હું તેમને નિરાશ કરી શકું નહીં. મારે સ્ટેજ પર જવું છે અને શો કરવો છે.
એણે પોતાની કોમેડીનો આરંભ પણ પોતાની તબિયત પર જોક મારતાં એ રીતે જ કર્યો હતો કે કોને ખબર છે કે હું તમારી સામે કોમેડી કરતાં કરતાં મરી પણ જાઉં...
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IyeKnE
via Latest Gujarati News
0 Comments