
લોસ એંજલ્સ તા.15 એપ્રિલ 2019, સોમવાર
ઇન્ટરનેશનલ અભિનેત્રી ગણાતી બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હોલિવૂડમાં એક નવી ફિલ્મ સાઇન કરી હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
વેડિંગ કોમેડી તરીકે ઓળખાવાયેલી આ ફિલ્મમાં પ્રિયંકા મીંડી કેલિંગ સાથે સમાંતર ભૂમિકા કરશે.મીંડી પોતે અને ડેન ગોર આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી રહી છે. યુનિવર્સલ પિક્ચર્સ એના નિર્માતાની જવાબદારી અદા કરશે.
પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ જાહેરાત કરી હતી. અમેરિકી ટીવી પર ત્રણ ત્રણ સીઝન ચાલેલી ક્વોન્ટિકો ટીવી સિરિયલ પછી હોલિવૂડમાં પ્રિયંકાની આ ચોથી ફિલ્મ છે.
ક્વોન્ટિકોની પહેલી સીઝન વખતે જ એને રૉક ફેમ ડ્વેઇન જ્હૉન્સને એક ફિલ્મ બેવૉચમાં વીલન તરીકે લીધી હતી. ત્યારબાદ પ્રિયંકાએ અ કીડ લાઇક જેક અને ત્યાર બાદ ઇઝન્ટ ઇટ રોમાન્ટિક ફિલ્મો કરી હતી. મીંડી કેલિંગ સાથેની એની આ ફિલ્મ હોલિવૂડની ચોથી ફિલ્મ થશે. આ ફિલ્મમાં ભારત અને અમેરિકા બંનેના લોકેશનો બેકગ્રાઉન્ડ તરીકે જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gpj1bB
via Latest Gujarati News
0 Comments