નવી દિલ્હી, તા. 21. એપ્રિલ 2019 રવિવાર
ભોપાલ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ તાજેતરમાં મુંબઈ હુમલાના શહીદ હેમંત કરકરે પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ.
હવે સાધ્વી પ્રજ્ઞાએ બાબરી મસ્જિદ અંગે કહ્યુ હતું કે, હા હું અયોધ્યા ગઈ હતી.હું ના પાડી રહી નથી.બાબરી ઢાંચાને મેં તોડ્યો હતો.હું ત્યાં રામ મંદિરના નિર્માણ માટે પણ મદદ કરવા જઈશ.મને કોઈ રોકી નહી શકે.રામ જ રાષ્ટ્ર છે અને રાષ્ટ્ર જ રામ છે.
સાધ્વીએ કહ્યુ હતું કે, રામ મંદિર બનશે અને ભવ્ય રીતે બનશે.મંદિર ત્યાં જ બનાવીશું.મેં ઢાંચા પર ચઢીને તેને તોડીનાંખ્યો હતો.મને ગર્વ છે કે , ભગવાને મને આ મોકો અને શક્તિ આપ્યા.
સાધ્વીના નિવેદન બાદ ચૂંટણી પંચે મને બીજી નોટિસ ફટકારી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gyiynu
via Latest Gujarati News
0 Comments