સીડની, તા.૧૪

ભારતની સાથે આવતીકાલે ઓસ્ટ્રેલિયા પણ વર્લ્ડકપ માટેની ટીમની જાહેરાત કરશે. બોલ ટેમ્પરિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ ભોગવી ચૂકેલા ટોચના દિગ્ગજો ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથને વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળશે તે નક્કી મનાય છે. જોકે વોર્નર અને સ્મિથની ગેરહાજરી દરમિયાન જબરજસ્ત દેખાવ કરનારા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાના સિલેક્ટરોની ચિંતા વધારી છે.

વોર્નરે આઇપીએલમાં ફોર્મ સાબિત કર્યું છે, તો ખ્વાજા અને ફિન્ચે તાજેતરમાં ભારતમાં અને પાકિસ્તાને અબુ ધાબીમાં ટીમને વન ડે સિરીઝ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્ટાર્ક અને કમિન્સની ફાસ્ટ બોલરોની જોડી પુનરાગમન  માટે તૈયાર છે, ત્યારે જુહાલ રિચાર્ડસન પણ વર્લ્ડકપમાં રમવાનો દાવેદાર છે. સ્ટોઈનીસ, કારેયની સાથે લાયન અને ઝામ્પાની જોડી પણ ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપ રમવાની તૈયારી કરી રહી છે.

ઓસ્ટ્રેલિયાની સંભવિત ટીમ : વોર્નર, ફિન્ચ, ખ્વાજા, સ્મિથ, હેન્ડસ્કોમ્બ, શોન માર્શ, મેક્સવેલ, સ્ટોઈનીસ, કારેય (વિ.કી.), કમિન્સ, જે. રિચાર્ડસન, સ્ટાર્ક, હેઝલવૂડ, ઝામ્પા અને લાયન.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dda6bp
via Latest Gujarati News