કોલકાતા, તા.૧૪
તાહીરની ૨૭ રનમાં ચાર વિકેટ બાદ રૈના (૪૨ બોલમાં ૫૮*) અને જાડેજા (૧૭ બોલમાં ૩૧*)ની આક્રમક ઈનિંગને સહારે ચેન્નાઈએ કોલકાતા સામેની આઇપીએલ ટી-૨૦માં વિજય મેળવ્યો હતો. આ સાથે ચેન્નાઈએ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન વધુ મજબુત કર્યું હતુ. જીતવા માટેના ૧૬૨ રનના ટાર્ગેટને ચેન્નાઈે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયું હતુ.
રૈનાએ ફોર્મ બતાવતા ૪૨ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૫૮ રન ફટકાર્યા હતા. જ્યારે જાડેજાએ પાંચ ચોગ્ગા સાથે ૧૭ બોલમાં અણનમ ૩૧ રન નોંધાવ્યા હતા. ચાવલા અને નારાયણે બે-બે વિકેટ ઝડપી હતી.
અગાઉ તાહીરે ૨૭ રનમાં ચાર વિકેટ ઝડપતાં કોલકાતાની ટીમ ૮ વિકેટે ૧૬૧ રન નોધાવી શકી હતી. જેમાં લીનના ૫૧ બોલમાં ૮૨ રન મુખ્ય હતા. ડુ પ્લેસીસે ઈનિંગમાં ચાર કેચ ઝડપ્યા હતા.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VJuSGT
via Latest Gujarati News
0 Comments