નવી દિલ્હી, તા. 30. એપ્રિલ 2019 સોમવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે હોમ મિનિસ્ટ્રીએ તેમની પાસેથી માંગેલા જવાબ બાદ ભાજપે રાહુલ ગાંધી પર સીધુ જ નિશાન સાધ્યુ છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી બેકઓપ્સ નામની બ્રિટનમાં રજીસ્ટર થયેલી કંપનીના નિર્દેશક હતા.કંપનીના દસ્તાવેજોમાં રાહુલે પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા છે.રાહુલ ગાંધી એક રીતે કંપનીના માલિક છે.કંપનીના 2005ના રિટર્નમાં દર્શાવાયુ હતુ કે, 65 ટકા શેર રાહુલ ગાંધીની માલિકીના છે.
આ જ દસ્તાવેજમાં રાહુલે પોતે બ્રિટિશ નાગરિક હોવાનુ કહ્યુ છે.કંપની 2009માં બંધ થઈ ત્યારે પણ રાહુલ ગાંધીએ તેને લગતા દસ્તાવેજોમાં પોતાને બ્રિટિશ ગણાવ્યા છે.અમે જાણવા માંગીએ છે કે કયા રાહુલ સાચા છે, લંડન વાળા કે દિલ્હીવાળા..
બીજી તરફ પ્રિયકા ગાંધીએ તેનો જવાબ આપતા કહ્યુ છે કે, ભાજપના તમામ આરોપો બકવાસ છે.આવો બકવાસ મેં પહેલા ક્યારેય સાંભળ્યો નથી.રાહુલ ભારતીય છે, આ દેશમાં જન્મ્યા છે તે આખો દેશ જાણે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PBUxPj
via Latest Gujarati News
0 Comments