
નવી દિલ્હી, 30 એપ્રિલ 2019, મંગળવાર
વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા લોકો માટે જરૂરીયાત બની ગયા છે. આ જરૂરીયાતનો ફાયદો સાઈબર ક્રિમિનલ્સ સૌથી વધારે ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા સોશિયલ ક્રાઈમ કરનારા લોકો માટે ખાસ જગ્યા બની ગયા છે. આ અંગે થયેલા એક સર્વે અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. સાઈબર ક્રિમિનલ્સ વોટ્સએપ, ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિત અન્ય મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકો સાથે વાતચીત કરે છે અને તેમનો અંગત ડેટા, ક્રેડિટ કાર્ડ નંબર અને અન્ય જાણકારી મેળવી લેતા હોય છે.
આ રીપોર્ટ અનુસાર સોશિયલ મીડિયાનો ઉપયોગ ફ્રીમાં કરી શકાય છે અને તેના કારણે મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. આ તકનો લાભ સાઈબર ક્રિમિનલ્સ લેતા હોય છે. આવી ઘટનાઓમાં વધારે 2019માં 43 ટકા થયો છે. આ સ્ટડી અનુસાર લોકોનો ડેટા ચોરી કરી તેને વેંચવામાં આવે છે. શોધકર્તાઓ અનુસાર મોબાઈલ ચેનલમાં છેતરપિંડી છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે. વર્ષ 2018માં આવા કિસ્સા 70 ટકા સુધી વધ્યા છે.
વર્ષ 2015થી 2018 સુધી મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી થતા ફ્રોડમાં 680 ટકા વધારો થયો હતો. આ ઉપરાંત એ વાત પણ જાણવા મળી કે યૂઝર્સને છેતરવા માટે ફેક એપ્લીકેશન પણ વધારે પ્રમાણમાં એક્ટિવ થઈ રહી છે. 2018માં પાંચમાંથી એક સાઈબર એેટેક પાછળ ફેક મોબાઈલ એપ જવાબદાર હતી. એપ સ્ટોર પર ગત વર્ષમાં 82 ફેક એપની ઓળખ કરવામાં આવી હતી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vqfL9I
via Latest Gujarati News
0 Comments