ઇસ્લામાબાદ, તા. 30 એપ્રિલ 2019, મંગળવાર
પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં ચાલતા આતંકવાદી કેમ્પ પર કરેલી એર સ્ટ્રાઈકના બે મહિના પછી હવે પાકિસ્તાને ભારતના પત્રકારોને બાલાકોટ લઈ જવાની ઓફર કરી છે.
પાકિસ્તાન ભારતે કરેલા હુમલામાં કોઈ નુકસાન નહી થયુ હોવાનો દાવો કરી રહ્યુ છે ત્યારે જો ખરેખર પોતાનો દાવો સાચો કરવો હતો તો પાકિસ્તાનને બાલાકોટ હુમલા પછી તરત જ ભારતના પત્રકારોને લઈ જવાની જરુર હતી.
બે મહિના સુધી પૂરાવાનો નાશ કર્યા બાદ પાકિસ્તાને કરેલી ઓફરની સોશ્યલ મીડિયા પર ભારતીયો સ્વાભાવિક રીતે જ મજાક ઉડાવી રહ્યા છે.
એર સ્ટ્રાઈકના દોઢ મહિના બાદ પાકિસ્તાન વિદેશી મીડિયાને એર સ્ટ્રાઈકના સ્થળ પર લઈ ગયુ હતુ.જોકે જૈશ એ મહોમ્મદનો ટ્રેનિંગ કેમ્પ જ્યાં ચાલતો હોવાનુ કહેવાય છે તે જગ્યાએ વિદેશી પત્રકારોને પ્રવેશ અપાયો નહોતો.
પાકિસ્તાનના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યુ હતુ કે, ભારત બાલાકોટ હુમલાને લઈને સતત જુઠ્ઠાણુ ચલાવી રહ્યુ છે.એક જવાબદાર દેશ હોવાના નાતે પાકિસ્તાને આ જુઠ્ઠાણાઓનો જવાબ આપ્યો નથી.પુલવામા હુમલામાં પણ પાકિસ્તાનનો કોઈ હાથ નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IQ9RHH
via Latest Gujarati News
0 Comments