ભોપાલ, તા. 30 એપ્રિલ 2019, મંગળવાર
મધ્યપ્રદેશમાં જ્યારથી કોંગ્રેસનુ શાસન આવ્યુ છે ત્યારથી વીજળીના ધાંધિયા શરુ થયા છે અને આ મુદ્દે કોંગ્રેસની કમલનાથ સરકારનો ફજેતો પણ થઈ રહ્યો છે.
આ જ મુદ્દે કમલનાથ ફરી એક વખત શરમમાં મુકાયા હતા.ચોથા તબક્કાન મતદાન દરમિયાન મધ્યપ્રદેશના છિંદવાડામાં કમલનાથ મતદાન મથક પર પહોંચ્યા ત્યારે જ વીજળી ગૂલ થઈ હતી.કમલનાથને પોતાના પરિવાર સાથે મીડિયાના કેમેરાની ફ્લેશલાઈટના સહારે મતદાન કરવાનો વારો આવ્યો હતો.
આબરુના ધજાગરા થાય બાદ સમગ્ર મામલાની તપાસના આદેશ અપાયા છે.મતદાન મથકમાં લગભગ 20 થી 25 મિનિટ સુધી વીજ પૂરવઠો ખોરવાયેલો રહ્યો હતો.
વીજળી ગૂલ થવાનો મુદ્દો મધ્યપ્રદેશમાં ચર્ચામાં છે.ભાજપના શાસનમાં વીજળીના ધાંધિયા નહોતા તેવુ ભાજપના નેતાઓ કહી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે, કોંગ્રેસ સરકારને બદનામ કરવા માટે વીજ કંપનીના કર્મચારીઓ જાણી જોઈને વીજ પૂરવઠો ખોરવી નાંખે છે. કોંગ્રેસે શંકાના દાયરામાં આવેલા 500 કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરી છે.
છિંદવાડા લોકસભા બેઠક પર કમલનાથના પુત્ર નકુલ નાથ ચૂંટણી લડી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GSeizt
via Latest Gujarati News
0 Comments