
લખનૌ, તા. 30 એપ્રિલ 2019, મંગળવાર
લખનૌ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના દિગ્ગજ નેતા અને ગૃહ મંત્રી રાજનાથસિંહ મંગળવારે લખનૌમાં મુસ્લિમ ધર્મગુરુઓને મળ્યા હતા.

તેમણે જેમની સાથે મુલાકાત કરી હતી તેમાં ઈદગાહના ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલી, મૌલાના આગા રુહી અને મૌલાના યાસૂબ અબ્બાસનો સમાવેશ થતો હતો.

લખનૌની બેઠક પર 6 મેના રોજ મતદાન થવાનુ છે. આ બેઠક પર સપા તરફથી શત્રુઘ્ન સિંહાના પત્ની પૂનમ સિંહા અને કોંગ્રેસ તરફથી આચાર્ચ પ્રમોદ ઉમેદવાર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lfxtaz
via Latest Gujarati News
0 Comments