કરોડો બેંક ગ્રાહકો માટે ATM વાપરવાનુ થઈ શકે છે મોંઘુ

નવી દિલ્હી, તા. 30. એપ્રિલ 2019 મંગળવાર

ભારતમાં એટીએમનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકોના ગજવા પર બોજ આવી શકે છે.

બેંકો એટીએમના ઉપયોગના ચાર્જમાં 10 થી 15 ટકાનો વધારો કરે તેવી સંભાવના છે.આ પહેલા એટીએમ માટે ચાર્જ વધારવા કોઈ બેંક રાજી નહોતી પણ હવે તેના પર વિચાર કરવાનુ શરુ કરાયુ છે.

તેની પાછળનુ કારણ એવુ છે કે, એટીએમને ઓપરેટ કરવા પાછળ બેંકોને ઘણો ખર્ચ કરવો પડી રહ્યો છે અને ગ્રાહકો પાસે હાલમાં જે ચાર્જ લેવામાં આવે છે તેમાંથી આ ખર્ચો નીકળી રહ્યો નથી.આ જ કારણસર ગયા વર્ષે કોન્ફિડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી દ્વારા ચેતવણી અપાઈ હતી કે, ભારતમાં પચાસ ટકા ઉપર એટીએમ બંધ થઈ શકે છે.

ભારતમાં હાલમાં 2.38 લાખ જેટલા એટીએમ છે. આ પૈકીના 1.13 લાખ એટીએમ બંધ કરવામાં આવી શકે છે.જોકે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ એટીએમ બંધ નહી કરાય પરંતુ એટીએમના ઉપયોગ માટે વસૂલાતા ચાર્જમાં વધારો કરાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vrmYX7
via Latest Gujarati News

Post a Comment

0 Comments