આ રીતે સેટ કરશો પાસવર્ડ તો કોઈ નહીં કરી શકે ક્રેક


નવી દિલ્હી, 30 એપ્રિલ 2019, મંગળવાર

યૂકેના ધ નેશનલ સાઈબર સિક્યોરિટી સેન્ટરએ તે અકાઉન્ટસનું અધ્યયન કર્યુ જેને હેક કરવામાં આવ્યા હતા. આ અધ્યયનમાં જાણવા મળ્યું તે 2.30 કરોડ લોકોનો પાસવર્ડ 123456 હતા. એટલા માટે જ પાસવર્ડ એવો સેટ કરવો જોઈએ જેને કોઈ સરળતાથી ક્રેક કરી ન શકે. પરંતુ મોટાભાગે લોકો યાદ રહે તે માટે અને મુશ્કેલ પાસવર્ડ સેટ કરવામાં પડતી સમસ્યાને ટાળવા માટે સરળ પાસવર્ડ રાખી દેતા હોય છે. પરંતુ આજે તમને એવી સરળ રીત વિશે જાણવા મળશે જેની મદદથી તમે મુશ્કેલ પાસવર્ડ સેટ કરી શકો છો જેને કોઈ ક્રેક કરી શકશે નહીં. આ ચાર સ્ટેપને સરળતાથી સમજીએ આ MumB4554GM$%%$ પાસવર્ડની મદદથી.

1. MumB4554GM$%%$ પાસવર્ડમાં ચાર સરળ સ્ટેપ છે. જેમાં આલ્ફાબેટિક સીક્વેંસ, ન્યૂમમેરિક સીક્વેંસ, યૂનીકનેમ અને સિંબોલ સીક્વેંસનો સમાવેશ થાય છે. આ પાસવર્ડમાં આલ્ફાબેટિક સીક્વેંસ તમારા પાસવર્ડને પર્સનલાઈઝ કરે છે. તેના માટે તમારે કોઈ 4 શબ્દોને પસંદ કરવાના છે. જેમાંથી બે કેપિટલ અને બે સ્મોલ લેટરમાં રાખવા. આ શબ્દો એવા રાખવા જે તમારા માટે ખાસ હોય જેથી તમને તે યાદ રહી જાય. 

2. ન્યૂમેરિક સીક્વેંસની પેટર્ન સરળ હોવી જોઈએ. તેમાં એવા આંકડા રાખવા જે ટાઈપ કરવામાં સરળ હોય. તમે આંકડાને આગળ પાછળ સેટ કરી અને ખાસ પેટર્નથી સેટ કરી શકો છો. 

3. પાસવર્ડમાં યૂનીકનેમ તમારા પાસવર્ડને અલગ ઓળખ આપશે. જેમકે તમે જીમેલ માટે પાસવર્ડ સેટ કરતા હોય તો આ યૂનીકનેમ તરીકે GM રાખી શકો છો જેથી ખ્યાલ આવે કે તે જીમેલનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ઓનલાઈન બેકિંગનો પાસવર્ડ હોય તેમાં એવા યૂનીકનેમનો ઉપયોગ કરો જે લોગઈન કરતી વખતે તમને યાદ આવી જ જાય. આ યૂનીકનેમને કેપિટલમાં રાખવું પાસવર્ડને વધારે સિક્યોર બનાવશે. 

4. સિંબોલ સીક્વેંસ

અનેક વેબસાઈટના પાસવર્ડમાં સિંબોલનો સમાવેશ કરવો ફરજિયાત હોય છે. આ સિંબોલને યાદ રાખવા મુશ્કેલ લાગે છે પરંતુ તેને તમે સેટ કરેલા યૂનીકનેમ સાથે મેચ થાય તે રીતે રાખશો તો તે સરળતાથી યાદ આવી જશે. તમે કીબોર્ડના આંકડાને સિંબોલમાં બદલવા માટે શિફ્ટ કીનો ઉપયોગ કરી શકો છો. 

5. સીક્વેંસ સેટ કરવી

બધા જ શબ્દો, આંકડા અને સિંબોલને સેટ કર્યા બાદ તેને યોગ્ય સીક્વેંસમાં સેટ કરો. તમે સીક્વેંસમાં જે પણ ક્રમ રાખો તેને દરેક પાસવર્ડ માટે સેટ કરો જેથી તમને દરેક પાસવર્ડ સરળતાથી યાદ રહી જાય. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vsujWf
via Latest Gujarati News

Post a Comment

0 Comments