નવી દિલ્હી, તા. 28. એપ્રિલ 2019 રવિવાર
ભારતે વિકસાવેલી દુનિયાની સૌથી ઝડપી ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનુ બીજી વખત વાયુસેનાના લડાકુ વિમાન સુખોઈ-30 પરથી પરીક્ષણ કરવામાં આવશે.
વાયુસેના અને ડીઆરડીઓએ પરીક્ષણની તૈયારીઓ કરી લીધી છે.આગામી સપ્તાહમાં ગમે ત્યારે આ અખતરો કરાશે.અગાઉ 2018ના જુલાઈ મહિનામાં સુખોઈ વિમાનમાંથી બ્રહ્મોસને ફાયર કરવાનુ પરિક્ષણ સફળ થઈ ચુક્યુ છે.
હવામાંથી જમીન પર માર કરી શકે તેવુ બ્રહ્મોસનુ આ વર્ઝન ડીઆરડીઓ દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યુ છે.
બ્રહ્મોસની રેન્જ 290 કિલોમીટરની છે.જે અવાજ કરતા બમણી અને ત્રણ ગણી ઝડપે લક્ષ્ય તરફ ધસી જાય છે.જેના કારણે હવામાં તેને આંતરવાનુ દુશ્મન મિસાઈલ માટે મુશ્કેલ બને છે.
વાયુસેના સુખોઈ વિમાનની મદદથી બ્રહ્મોસનો ઉપયોગ કરવા માટે બહુ રસ લઈ રહી છે.કારણકે બ્રહ્મોસને સુખોઈ પરથી લોન્ચ કરવામાં આવે તો બાલાકોટ જેવી એર સ્ટ્રાઈક માટે લડાકુ વિમાનોને પાકિસ્તાનની સીમામાં ઘુસવાની જરુર જ નહી રહે.
પાકિસ્તાનના કેટલાક સ્થળોને તો વાયુસેનાના વિમાનો ભારતની એર સ્પેસમાં રહીને જ આસાનીથી ટાર્ગેટ બનાવી શકશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vx7oI3
via Latest Gujarati News
0 Comments