જેટ એરવેઝ બાદ હવે આ સરકારી હેલિકોપ્ટર કંપની પર સંકટ, પગારના પણ પૈસા નથી

નવી દિલ્હી, તા. 28. એપ્રિલ 2019 રવિવાર

જેટ એરવેઝ બાદ હવે સરકારી હેલિકોપ્ટર કંપની પવનહંસ પણ  આર્થિક કટોકટીમાં સપડાઈ છે.

કંપનીને ગત નાણાકીય વર્ષમાં 89 કરોડની ખોટ ગઈ છે.કંપની પર હાલમાં 230 કરોડ રુપિયાનુ દેવુ છે.જેના પગલે કંપની કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર ચુકવી શકી નથી.આ અંગે કંપનીએ કર્મચારીઓને એક સરક્યુલર પાઠવીને જાણ કરી છે.

આવનારા સમયમાં કંપનીના હાલત વધારે ખરાબ થાય તેવી સંભાવના છે.કંપનીનુ મેનેજમેન્ટ પ્રયત્ન કરી રહ્યુ છે કે, ગમે ત્યાંથી રકમ એકઠી કરીને કર્મચારીઓને સેલેરી આપવામાં આવે.

એવી પણ અટકળો થઈ રહી છે કે, જેટ એરવેઝની જેમ વધુ એક પ્રાઈવેટ એરલાઈન પણ આર્થિક સંકટમાં ફસાઈ શકે છે.

પવન હંસ કંપનીના કર્મચારીઓ પણ પગાર નહી થવાથી ટેન્શનમાં છે.કંપનીએ ટેકનિકલ સ્ટાફ સીવાયના બીજા કર્મચારીઓનો ઓવરટાઈમ બંધ કરી દીધો છે.દેશમાં પવનહંસના ઘણા હેલિપોર્ટ છે.એક તરફ ચૂંટણીમાં ખાનગી કંપનીઓના તમામ હેલિકોપ્ટર બૂક છે ત્યારે સ્પેર પાર્ટના અભાવે પવનહંસના હેલિકોપ્ટર એમને એમ પડ્યા છે.

સરકાર એક વર્ષથી કંપની વેચવા માંગે છે પણ કોઈ ખરીદનાર મળી રહ્યો નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XQoiik
via Latest Gujarati News

Post a Comment

0 Comments