આ પ્રશંસકે મોદીને મત આપવા ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી દીધી

નવી દિલ્હી,તા.14.એપ્રિલ 2019 રવિવાર

આમ તો પીએમ મોદીના ભારતમાં જ નહી પણ ભારત બહાર પણ ચાહકો છે.વિદેશોમાં સ્થાયી થયેલા એનઆરઆઈમાં મોદીનો ક્રેઝ વિશેષ છે.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા આવા જ એક પ્રશંસકે તો મોદીને મત આપવા માટે નોકરી છોડીને ભારત આવવાનુ પસંદ કર્યુ છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કર્ણઆટકના રહેવાસી અને હવે સિડનીમાં સ્થાયી થઈને એરપોર્ટ પર નોકરી કરતા સુધીન્દ્ર હેબ્બારને વોટિંગના દિવસે રજા મળે તેમ નહોતી.જેના કારણે તેમણે નોકરી છોડી દેવાનુ પસંદ કર્યુ હતુ.

તેમનુ કહેવુ છે કે, મને 5 થી 12 એપ્રિલ જ રજા મળે તેમ હતી.કારણકે ઈસ્ટરના અને રમઝાનના આગામી તહેવારોના કારણે એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા વધે તેમ હતી.બીજી તરફ મારે પીએમ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે મત પણ આપવો હતો.આથી મેં રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ હતુ.

સુધીન્દ્રે કહ્યુ હતુ કે, હું દુનિયાભરમાંથી આવેલા લોકો વચ્ચે સિડનીમાં કામ કરુ છું.મને ગર્વ થાય  છે કે, જયારે વિદેશીઓ પણ કહે છે કે, ભારતનુ ભવિષ્ય સારુ છે.ભારતની ઈમેજ બદલાઈ રહી છે.હું સૈનિકોની જેમ સીમા પર દેશની રક્ષા તો નથી કરી શકતો પણ એક વોટ આપીને મતદાર તરીકે તો ફરજ બજાવી શકું છું.

નોકરી માટે સુધીન્દ્રે કહ્યુ હતુ કે, હું પરમેનન્ટ રેસિડેન્ટ હોવાથી મને બીજી નોકરી મળી જશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P9OZv2
via Latest Gujarati News

Post a Comment

0 Comments