સાધ્વી પ્રજ્ઞા બન્યા ભાજપના સભ્ય, ભોપાલમાં દિગ્ગીરાજા સામે ચૂંટણી જંગમાં ઉતરશે


નવી દિલ્હી,તા.17.એપ્રિલ 2019, બુધવાર

મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પર કોંગ્રેસના આગેવાન દિગ્વિજયસિંહ સામે સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી લગભગ નિશ્ચિત મનાઈ રહી છે.

સાધ્વી પ્રજ્ઞાને કોંગ્રેસની યુપીએ સરકારે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જેલમાં ધકેલ્યા હતા.જોકે તાજેતરમાં જ સાધ્વી પ્રજ્ઞાનો આ મામલામાં કોર્ટમાં નિર્દોશ છુટકારો થયો હતો.હવે દિગ્વિજય સિંહને ઘેરવા માટે ભાજપે તમામ સ્તરે સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતારવા માટે લીલી ઝંડી આપી દીધી હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

આજે ભાજપના ભોપાલ કાર્યાલય પર પહોંચેલા સાધ્વીએ ભાજપના સભ્ય બનવાની ઔપચારિકતા પુરી કરી હતી.સાધ્વીએ કહ્યુ હતુ કે, હું ભાજપની સભ્ય બની છું, હું ચૂંટણી લડીશ અને જીતીશ પણ.

ભોપાલની પ્રતિષ્ઠિત બેઠક માટે શિવરાજસિંહ ચૌહાણનુ પણ નામ ચાલતુ હતુ.જોકે આરએસએસ દ્વારા સાધ્વી પ્રજ્ઞાને ઉમેદવાર બનાવવા માટે લોબિંગ કરવામાં આવ્યુ હતુ.

આ બેઠક પર 12 મેના રોજ વોટિંગ થવાનુ છે.હાલમાં આ બેઠક ભાજપના કબ્જામાં છે.સાધ્વી પ્રજ્ઞાને આ બેઠક પરથી ઉતારવાન નક્કી કરાયા બાદ હવે રાતોરાત ભોપાલ બેઠક પરનો મુકાબલો હાઈ પ્રોફાઈલ બની ગયો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pe5F4K
via Latest Gujarati News

Post a Comment

0 Comments