સીતામઢી, તા. 28 એપ્રિલ 2019, રવિવાર
બિહારની સીતામઢીમાં ચૂંટણી રેલી દરકમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુ અને કાશ્મીરને લઇને વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું. ઉમર અબ્દુલ્લા પર નિશાન સાધતા કહ્યું કે, મહાગઠબંધનના નેતા કહે છે કે, કાશ્મીરમાં બીજા વડાપ્રધાન હોવા જોઇએ. તેઓ વિચારે છે કે, કાશ્મીર ભારતથી અલગ થઇ જાય.
તેમણે કહ્યું કે, જો ક્યારેક અમારી સરકાર નહી પણ બની તો જ્યાં સુધી ભાજપના એક પણ કાર્યકર્તામાં જીવ છે ત્યાં સુધી કાશ્મીરને ભારતથી કોઇ અલગ નહી કરી શકે. તેમણે લાલૂ અને રાબડી દેવીને નિશાને લેત કહ્યું કે, લાલૂ-રાબડીના રાજમાં બિહારમાં ગુંડાગર્દી, જાતિવાદ, અપહરણ, રેપ થતા હતા. બિહારને જંગલરાજ માંથી મુક્તિ નીતીશ કુમાર અને સુશીલ મોદીની જોડીએ આપી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IS5vQr
via Latest Gujarati News
0 Comments