કોણી પર ઇજા થવા છતાં શોટ પૂરો કર્યો : મૌની રોય


મુંબઇ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર

પ્રસિદ્ધ ટીવી સ્ટાર હોવા ઉપરાંત હવે બોલિવૂડની અભિનેત્રી તરીકે માન્યતા મેળવી ચૂકેલી મૌની રોયને તાજેતરમાં એની કોણી પર ઇજા થવા છતાં એણે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં દિલથી હાજરી આપી હતી.

જો કે એની પીડા વણસતાં એણે ન છૂટકે કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. હૉસ્પિટલના બિછાનેથી એણે સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું કે હું હાલ હૉસ્પિટલમાં છું. પરંતુ ચિંતા નહીં કરતા. મને હાથની કોણીમાં થોેડી ઇજા થઇ છે અને એની પીડા વધી જતાં ડૉક્ટરોએ મને એકાદ બે દિવસ હૉસ્પિટલમાં આરામ કરવાની સલાહ આપી એટલે હું અહીં છું. બહુ જલદી ફરી કામ પર ચડી જઇશે.

મૌનીએ અક્ષય કુમાર સાથેની ફિલ્મથી  બોલિવૂડમાં અભિનયનો આરંભ કર્યો હતો. ત્યારબાદ એણે અક્ષયના દોસ્ત અને કસરતી કાયા ધરાવતા અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ સાતે રોમિયો અકબર વોલ્ટર (રૉ) ફિલ્મ કરી હતી. હાલ આ ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે. દિલ્હીમાં પ્રમોશન દરમિયાન એના હાથની પીડા વધી જતાં એને હૉસ્પિટલમાં ભરતી થવાની સલાહ આવવમાં  આવી હતી. 

મૌનીએ રૉના પોતાના લૂકની કેટલીક તસવીરો પણ સોશ્યલ મિડિયા પર મૂકી હતી. હાલ એનું નામ અયાન મુખરજી સાથે બોલાઇ રહ્યું છે. બંને વચ્ચે સોફ્ટ કોર્નર સ્થપાયો હોવાની વાતો ઊડી છે. જો કે આ બંને પોતે આ મુદ્દે મૌન સેવી રહ્યાં છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CVqYmA
via Latest Gujarati News

Post a Comment

0 Comments