
(પીટીઆઈ) ભોપાલ, તા.13 એપ્રિલ, 2019, શનિવાર
ભોપાલની ફેમિલિ કોર્ટમાં છૂટાછેડા માટેની એક વિચિત્ર અરજી દાખલ કરાવવામાં આવી છે. પતિ દાઢી અને સ્નાન માટે એકાદ સપ્તાહ સુધી આળસ કરતો હોવાના કારણે પતિ-પત્નીએ એકબીજાની સંમતિથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે.
મધ્ય પ્રદેશની એક ૨૩ વર્ષીય યુવતીએ પતિ એકાદ સપ્તાહ સુધી સ્નાન અને દાઢી કરવાનું ટાળતો હોવાની ફરિયાદ સાથે છૂટાછેડા માટે અરજી નોંધાવી છે. આ કેસના સલાહકાર શૈલ અવસ્થીએ જણાવ્યા મુજબ મહિલાના ગત વર્ષે લગ્ન થયા હતા અને હાલમાં ભોપાલની ફેમિલિ કોર્ટના ન્યાયાધીશ આર.એન. ચંદે યુગલને છ મહિના સુધી અલગ રહેવા માટે નિર્દેશ આપ્યો છે અને ત્યાર બાદ તેમને છૂટાછેડા માટેનો આદેશ આપવામાં આવશે.
અવસ્થીએ જણાવ્યા મુજબ ૨૩ વર્ષીય બ્રાહ્મણ યુવતીના ૨૫ વર્ષીય સિંધી વેપારી યુવાન સાથે તેમના પરિવારે લગ્ન કરાવ્યા હતા. યુવાનને તેના સમાજમાંથી યોગ્ય પાત્ર ન મળતું હોવાના કારણે પરિવારે આંતરજ્ઞાતિય લગ્ન કરાવી આપ્યા હતા.
લગ્ન બાદ યુવતીએ સિંધી પરિવાર સાથે તાલમેલ સાધવા ખૂબ પ્રયાસો કર્યા હતા. તેના પતિના શરીરની દુર્ગંધથી ત્રાસીને તે જ્યારે પણ સ્નાન કરવા કહે ત્યારે તે પરફ્યુમ છાંટીને કામ ચલાવી લેતો હતો અને લાંબા સમય સુધી દાઢી પણ નહોતો કરતો. આ કારણે બંનેએ એકબીજાની સંમતિથી છૂટા પડવા માટે નિર્ણય લીધો હતો.
આ દંપત્તિને કોઈ બાળક નથી અને યુવતીના પરિવારજનોએ તેને છૂટાછેડા ન લેવા માટે સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા હતા. આગાઉ ૨૦૧૬ની સાલમાં ઉત્તર પ્રદેશના મીરુતમાં એક પાદરીએ દાવો કર્યો હતો કે તેની પત્નીએ જો તે દાઢી નહીં કરે તો તેણી આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IsrX1i
via Latest Gujarati News
0 Comments