
વોશિંગ્ટન, તા.13 એપ્રિલ, 2019, શનિવાર
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે ઘુસી આવેલાઓને જાતે જ જાહેર કરેલા સેનચ્યુરી સિટિઝ (અભ્યારણ શહેરો)માં અટકાયતમાં રાખવા તેઓ ગંભીરતાથી વિચારે છે.
આ એજ શહેરો છે જેમણે ટ્રમ્પની ઇમિગ્રેશન પોલોસીઓનો વિરોધ કર્યો હતો.જો કે અગાઉ વ્હાઇટ હાઉસ દ્વારા અગાઉ એ વિચારને પડતો મૂકવામાં આવ્યો છે તેવી કરેલી જાહેરાત કરતાં ટ્રમ્પે ટ્વિટર પર કરેલી જાહેરાત તદ્દન ઉલ્ટી હતી.વિરોધ પક્ષ ડેમોક્રેટ્સના વર્ચસ્વ વાળા શહેરો વિરૃધ્ધ તેને એક રાજકીય ધમકી ગણવામાં આવી હતી.
'ડેમોક્રેટ્સ આપણા જોખમી ઇમિગે્રશન કાયદાઓ બદલવા જરાય તૈયાર નહીં હોવાથી જ અમે ઘુસણખોરોને સેન્ચ્યુરી સિટિઝ- અભ્યારણો-માં અટકાયતમાં રાખવા ગંભીરતાથી વિચારીએ છીએ'એમ ટ્રમ્પે કહ્યું હતું. તેમણે ટ્વિટ કરીને ટોણો માર્યો હતો કે ડાબેરી કટ્ટરપંથીઓને હમેંશા ખુલ્લી સરહદ અને શસ્ત્રોની ખુલ્લી પોલીસી ગમતી હોય છે, તેથી આપણે તેમને ખુશ કરવા જ જોઇએ.
એક છાપાએ અગાઉ ટ્રમ્પની દરખાસ્તને ખુલ્લી પાડી હતી જેના કારણે ઇમિગ્રેશન અંગે વધતા જતા રાજકીય વિભાજનનો મુદ્દો વધુ ઉગ્ર બનશે. પરંતુ મોટા ભાગના ડેમોક્રેટ્સ વિરોધીઓનું કહેવું હતું કે મેક્સિકો- અમેરિકાની સરહદે વધુ દિવાલો બાંધવાનો ઊભી કરવાની અને માઇગ્રન્ટસને હમેંશા જખમી અપરાધીઓ કહી તેમને ઉતારી પાડવાની રીતથી દેશમાં વંશિય હિંસા વધશે.
ટ્રમ્પે પોતાના પ્રમુખપદની ચૂંટણીમાં હમેંશા એવું જ કહ્યું હતું કે અમેરિકાને ઘુસણખોરો અને રાજ્યાશ્રય માગનારાઓ જ ચલાવે છે. તેમણે કહ્યું હતું કે જ્યાં જન પ્રતિનીધીઓ સભામાં ડેમોક્રેટ્સની બહુમતી છે તે કોંગ્રેસ વિઝાના નિયમો વધુ કડક બનાવે અને તેમના દેશ નિકાલ ની પ્રક્રિયાને સરળ બનાવે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IiYyrf
via Latest Gujarati News
0 Comments