અમદાવાદના યંગસ્ટર્સ કોઇપણ ક્ષેત્રમાં પાછા પડે તેવા નથી, જેમાં ડાન્સ તો તેમનું પેશન છે. ક્લાસિકલ ડાન્સમાં ભરતનાટયમ, કથક, કુચીપુડી, ઓડિસી, મણિપુરી, મોહિનીઅટ્ટમ તેમજ ફૉક એન્ડ ટ્રાયબલ ડાન્સ ફોર્મની સાથે સાથે કન્ટેમ્પરરી ડાન્સ કોઇ માટે શોખ તો કોઇના માટે પ્રોફેશન બની ગયું છે.
રોજ પાંચ કલાક કથકની પ્રેક્ટિસ કરીએ છીએ
અમે ક્લાસિકલ ડાન્સમાં કથકમાં માસ્ટર્સ કરી રહ્યા છીએ. આ લિમિટેડ ડાન્સ ન હોવાથી અમારા ગુ્રપની દરેક ગર્લસ ઘણા વર્ષોથી આના પ્રેક્ટિસ કરી રહી છે. આમા જેટલા સમય સુધી પ્રેક્ટિસ કરો તેટલું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. આમ અમે નિયમિત પાચ કલાક કથકની પ્રેક્ટિસ કરીએ છીએ. - મિહિકા પટેલ, ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ
૧૬ ગર્લ્સના ગુ્રપે બનાવેલા ગીતમાં ગુજરાતના તમામ ફૉક ડાન્સ આવરી લીધા છે
અમે એક જ સોન્ગમાં ગુજરાતના તમામ ફૉક ડાન્સ બતાવીએ છીએ જે અમારી સ્પેશિયાલિટી છે, જેમાં અમે માતાજીનો ગરબો, મટુકી અને ઘડા સાથે રાસ, ગરબા, રાજસ્થાની લોક નૃત્ય કરીએ છીએ અમારું ગુ્રપ ૧૬ ગર્લ્સનું છે આ સાથે અમે કથક પણ કરીએ છીએ. - મૈત્રી ત્રિવેદી, એસએમપીક
પોપિંગ, ક્રમ્પિંગ, ટટિંગની સાથે સ્ટંટ કરીએ છીએ
૧૨ સ્ટુડન્ટસનું વી.ડી.સી ગુ્રપ ચાર વર્ષ પહેલા બન્યું હતું અમે હિપહોય ડાન્સ ફોર્મ કરીએ છીએ. જેમાં અમારા ટ્રેઇન ડાન્સર્સના સ્ટંટ અદ્ભુત છે આ સાથે અમે ડાન્સમાં પોપિંગ, ક્રમ્પિંગ, ટટિંગ અને બીટ્સ જેવા એલિમેન્ટસ ઉમેરીએ છીએ. સ્ટંટમાં ફ્રન્ટ સ્લીપ, બેકસ્લીપ અને રોલ્સ સાથે જંપ કરીએ છીએ. આ સાથે દરિયાના મોજાની ઇક્ક્ટ આપતા લાઇન ફોર્મ હાથની મુવમેન્ટ્સથી અલગ અલગ ફોર્મેશવ બનાવીએ છીએ. - ભાર્ગવ પટેલ, વીજીઇસી
અમારુ ગુ્રપ બોલીવુડ ડાન્સ કરે છે
અમારુ ૧૨ સ્ટુડન્ટસનું ગુ્રપ છે. અત્યારના યુથને ક્લાસિકલ ડાન્સ ફોર્મ કરતા બોલીવુડ ઠુમકા વધારે પસંદ આવે છે તે માટે અમે ટ્રેન્ડી સોન્ગ પર બોલીવુડ જાન્સ પરફોર્મ કરીએ છીએ. કોઇ મોટા પ્લેટફોર્મ પર ડાન્સ ન કરતા અમે કોલેજ કોમ્પિટિશનમાં જ ભાગ લઇએ છીએ જેના માટે એક મહિના અગાઉ સ્ટેપ્સ રિહર્સ કરીએ છીએ. - પંક્તિ પટેલ, શ્રી નારાયણા કોમર્સ કોલેજ
ટેકનિક, ભાવ અને એક્સપ્રેશન માટે રોજ સાંજે ત્રણ કલાક કોઓર્ડિનેશન કરીએ છીએ
અમે ભરતનાટયમ ડાન્સ ફોર્મ કરીએ છીએ જેમાં અમારા ગુ્રપમાં ૯ ગર્લ્સ છીએ. હું છેલ્લા ૧૨ વર્ષથી ભરતનાટયમ શીખી રહી છું વર્લ્ડ ડાન્સ કોમ્પિટિશન માટે અમે છેલ્લા એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. ભરતનાટયમમાં કયા ભાવ સાથેય્યા એક્સપ્રેશન જશે, હાથની મુદ્રા અને તેની ટેકનિક શીખવા માટે અમે દરરોજ સાંજે ત્રણ કલાક કોર્ડિનેશન કરીએ છીએ. - ક્રિનલ સોની, જે.જી. પરફોર્મિંગ આર્ટસ
અમારા ગુ્રપમાં લેડીઝ એન્ડ જેન્ટસ સાથેેે ગુજરાતના વિવિધ કલ્ચર તેમજ રાસ ગરબાને સ્ટેજ પર્ફોમન્સ કરીએ છીએ. - કુશલ મહેતા, નિરમા યુનિવર્સિટી, સ્ટુડન્ટસ
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2INFOAm
via Latest Gujarati News
0 Comments