શરીરમાં હોય લોહીની ઊણપ તો આ ઉપાય કરશે મદદ


અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર

શરીર માટે રક્ત સૌથી મહત્વનું તત્વ છે. જો શરીરમાં રક્તની ખામી હોય તો અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આપણા શરીરમાં બે પ્રકારની રક્ત કોશિકા હોય છે એક લાલ અને એક સફેદ. જ્યારે લાલ રક્ત કોશિકાઓની ખામી સર્જાય છે ત્યારે લોહીની ઊણપ સર્જાય છે અને તેને એનીમિયા કહેવાય છે. શરીરમાં લોહીની ખામી સર્જાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ થાય છે અને ગંભીર સ્થિતી પણ સર્જાય શકે છે. રક્તની ખામીના કારણે શરીરમાં અન્ય રોગ પણ ઘર કરી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ એવા સરળ ઉપાયો વિશે જે શરીરમાં લોહીની ઊણપને દૂર કરી શકે છે. 

- બીટ હીમોગ્લોબિનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી હીમોગ્લોબિનની ખામી દૂર થાય છે. 

- તુલસી ખાવાથી પણ લોહીની ઊણપ દૂર થાય છે. રોજ તુલસીના પાન ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે. 

- સોયાબીનમાં પણ વિટામિન અને આયરનનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી એનીમિયા દૂર થાય છે.

- સફરજનનું સેવન પણ નિયમિત કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બને છે.

- દાડમ ખાવાથી પણ લોહીની ઊણપ દૂર થાય છે.

- સિઝન હોય ત્યારે જામફળ ખાવાથી પણ શરીરમાં રક્ત વધે છે. 


 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v7cFqR
via Latest Gujarati News

Post a Comment

0 Comments