ભોપાલમાં કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતાર્યા


નવી દિલ્હી,તા.17 એપ્રિલ 2019, ગુરુવાર

ખૂબ મથામણ પછી ભાજપે પ્રતિષ્ઠિીત ભોપાલની લોકસભાની બેઠક માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અનેે પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજય સિંહ સામે માલેગાંઉ બ્લાસ્ટની મુખ્ય આરોપી 

સાધવી પ્રજ્ઞાાને મેદાનમાં ઉતારી છે.

હાલ જામીન પર છુટેલી સાધ્વી પ્રજ્ઞાા તાજેતરમાં જ ભાજપમાં જોડાઇ હતી અને તેની થોડી મિનિટો પછી જ તેનું નામ ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપ ફરીથી પ્રદેશમાં હિન્દુત્વના સહારે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે, એમ મનાય છે.

એનઆઇએ કોર્ટે ભલે તેની સામેના મહારાષ્ટ્રના મકાકો આરોપો પડતા મૂક્યા હોય, પરંતુ સાધ્વી અને તેના અન્ય સાથીદારો સામે માલેગાઉં ધડાકાનો કેસ તો ચાલે જ છે. ભાજપના અન્ય ઉમેદવારોમાં ગુનામાંથી જ્યોતિરાદિત્ય સિંધીયા સામે કે.પી. યાદવને ઉતારવામાં આવ્યો છે.

ઉપરાંત સાગર અને વિદિશામાંથી અનુક્રમે રાજ બહાદૂર સિંહ અને રમાકાંત ભર્ગવને ટિકિટો આપી છે. ૨૦૧૪માં વિદિશામાંથી હાલના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ચૂંટણી જીત્યા હતા, પરંતુ આ વખતે તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UmbRZy
via Latest Gujarati News

Post a Comment

0 Comments