શૂઝ માટેની આ ટીપ્સ તમને આપશે સ્માર્ટ લુક


અમદાવાદ, 26 એપ્રિલ 2019, શુક્રવાર

પુરુષો પોતાના કપડા તો સારી રીતે પસંદ કરી લેતા હોય છે પરંતુ તેને અનુરુપ જૂતાની પસંદગી કરવામાં તે પાછળ રહી જાય છે. કેટલાક પુરુષો કોઈપણ આઉટફીટ પહેરે તેમાં શૂઝ એક જ પહેરતા હોય છે, આ આદતના કારણે તેમના ઓવરઓલ લુક પર પ્રભાવ પડે છે. મહિલાઓની જેમ પુરુષોએ પણ પોતાના શૂઝની પસંદગી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આજે અહીં આવી જ ઉપયોગી ટીપ્સ વિશે જાણકારી આપવામાં આવી છે જેનાથી તમે તમારા લુકને બેસ્ટ બનાવી શકો છો.

- શૂઝની પસંદગી કરો ત્યારે કપડા સાથે તે મેચ છે કે નહીં તે ખાસ જોઈ લેવું. જો તમે અલગ રંગના શૂઝ પહેરો તો પણ ધ્યાન રાખો કે તે તમને વિચિત્ર લુક ન આપે. જેમકે ગ્રીન, યલો જેવા બ્રાઈટ રંગના શૂઝ પહેરવા તમને હાસ્યાસ્પદ બનાવી શકે છે. તેના બદલે તમે લાઈટ બ્રાઉન અથવા બ્લેક શૂઝ પહેરી શકો છો. 

- શૂ કલેકશનમાં બ્લેક લેધર, બ્રાઉન લેધર, ગ્રે રંગના શૂઝ અચૂક રાખવા. આ રંગ એવા છે જે કોઈપણ આઉટફીટ સાથે મેચ થશે. આ ઉપરાંત વાઈટ સ્નીકર્સ પણ રાખવા.

- શૂઝ પસંદ કરતી વખતે એ પણ ધ્યાનમાં રાખવું કે તમે કયા અવસર પર જાઓ છો. ઓફિસ પાર્ટી કે ફોર્મલ પાર્ટી છે તો તેમાં સ્નીકર્સ કે સ્પોર્ટસ શૂઝ પહેરવા યોગ્ય નથી. આવી જગ્યાઓએ ફોર્મલ શૂઝ જ પહેરવા. જો બીચ પાર્ટી કે વેકેશન પર જતા હોય તો સ્નીકર્સ પહેરવા જોઈએ.

- શૂઝ કોઈપણ પહેરો પણ સૌથી વધારે મહત્વનું છે કંફર્ટ. એવા જૂતા ક્યારેય ન ખરીદવા અને પહેરવા જેમાં તમને આરામ ન મળે. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wa0BkK
via Latest Gujarati News

Post a Comment

0 Comments