
નવી દિલ્હી,તા.12.એપ્રિલ 2019, શુક્રવાર
અલી અને બજરંગબલી વચ્ચેનુ પ્રચાર યુધ્ધ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં નવો ગરમાવો લાવી રહ્યુ છે.
યુપીના સીએમ આદિત્યનાથે તાજેતરમાં નિવેદન આપ્યુ હતુ કે, મહાગઠબંધન પાસે અલી છે તો અમારી પાસે બજરંગ બલી છે.
જેના જવાબમાં સપાના સૌથી મોટા મુસ્લિમ ચહેરા તરીકે જાણીતા આઝમખાન સતત ભાજપ પર આંગળી ઉઠાવી રહ્યા છે.આઝમખાન રામપુરમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.એક સભાને સંબોધતા તેમણે પહેલા તો બજરંગ અલીના નારા લગાવડાવ્યા હતા અ્ને સાથે સાથે પીએમ મોદી પર પાકિસ્તાનના એજન્ટ હોવાનો આક્ષેપ પણ મુક્યો હતો.
આઝમે ક્હયુ હતુ કે, પાક પીએમ ઈમરાને નિવેદન આપ્યુ છે કે, પીએમ મોદી ફરી સત્તામાં આવશે તો બંને દેશો વચ્ચેનો વિવાદ ઉકલી જશે.મોદી અને ઈમરાનની આ કેવી મિલીભગત છે?પીએમ મોદી પહેલા નવાઝ શરીફના મિત્ર હતા અને આજે ઈમરાનખાન તે ફરી પીએમ બને તેની રાહ જુએ છે.હવે લોકોએ નક્કી કરવાનુ છે કે, પાકિસ્તાનનો એજન્ટ હું છું કે ....તરત જ ભીડે જવાબ આપતા મોદી,મોદીના નારા લગાવ્યા હતા.
આઝમ ખાને કહ્યુ હતુ કે, અલી અને બજરંગબલીમાં ઝઘડા ના કરાવો , હું તો એક જ નામ આપુ છું અને તે છે બજરંગ અલી...યોગીજી પહેલા કહેતા હતા કે, હનુમાનજી દલિત છે.પછી કોઈએ કહ્યુ કે , તે ઠાકુર હતા અને પછી કોઈએ તેમને જાટ ગણાવ્યા ,એક મુસ્લિમ નેતાએ કહ્યુ કે, હનુમાનજી મુસ્લિમ હતા તો પછી ઝઘડો જ ખતમ થઈ ગયો.અલી અને બજરંગબલી એક જ છે.
આઝમખાને નારો લગાવ્યો હતો કે, બજરંગ અલી તોડ દે દુશ્મન કી નલી, બજરંગ અલી લે લો જાલિમો કી બલી
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ug6UBe
via Latest Gujarati News
0 Comments