
મુંબઇ તા.20 એપ્રિલ 2019, શનિવાર
મોખરાના ફિલ્મ સર્જક રાહુલ ધોળકિયાએ સાધ્વી પ્રજ્ઞાા ઠાકુરને એવી જાહેર અપીલ કરી હતી કે તમે દેશના દુશ્મન દાઉદ ઇબ્રાહિમ અને આતંકવાદી મસૂદ અઝહરને શાપ કેમ આપતાં નથી ?
મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞાા ઠાકુર કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંઘ સામે ચૂંટણી લડી રહ્યાં છે. તાજેતરમાં તેમણે એવો બફાટ કર્યો હતો કે મેં મુંબઇ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના વડા હેમંત કરકરેને શાપ આપ્યો એટલે એક માસમાં એ મરણ પામ્યા હતા. સાધ્વીના આ નિવેદનના ચોમેર ઉગ્ર પ્રત્યાઘાત પડતાં તેમણે માફી માગીને પ્રકરણ બંધ કરવાના પ્રયાસ કર્યા હતા. જો કે જે નુકસાન થવાનું હતું તે તો થઇ ગયું હતું. બોલિવૂડના કેટલાક લોકોએ પણ આ નિવેદનને વખોડી કાઢ્યું હતું.
ખાસ કરીને અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફિલ્મ સર્જક રાહુલ ધોળકિયાએ સાધ્વીના નિવેદનની ટીકા કરી હતી. રાહુલે તો સાધ્વીને પડકારતાં એવું નિવેદન કર્યુ ંહતું કે તમારા શ્રાપમાં આટલી બધી દિવ્ય શક્તિ હોય તો તમે દાઉદ ઇબ્રાહિમ કે જૈશ એ મુહમ્મદના મસૂદ અઝહરને શાપ આપોને પ્લીઝ...આ બંને ખતમ થઇ જાય તો આખો દેશ તમારો જાહેરમાં આભાર માનશે....
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XvlNBF
via Latest Gujarati News
0 Comments