હરિદ્વાર અને બનારસમાં ઇન્શાલ્લાહ શરૂ થશે


મુંબઇ તા.20 એપ્રિલ 2019, શનિવાર

ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇન્શાલ્લાહનું શૂટિંગ ટૂંક સમયમાં હરિદ્વાર અને બનારસમાં શરૂ થશે એવી માહિતી મળી હતી.

તાજેતરમાં ભણસાલીએ હરિદ્વારની મુલાકાત લીધી હતી અને કેટલાંક લોકેશનો નિહાળ્યાં હતાં એમ એમના પ્રવક્તાએ કહ્યું હતું. લગભગ બે દાયકા અગાઉ ભણસાલી અને સલમાન ખાને એક સુપરહિટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ આપી હતી. હવે ફરી આ બંને સાથે કામ કરવાના છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે પહેલીવાર આલિયા ભટ્ટ પણ ચમકવાની છે. 

અત્યાર અગાઉ સલમાન ખાન સાથે રાજશ્રીની પ્રેમ રતન ધન પાયોમાં ટીનેજર કહેવાય એવી સોનમ કપૂરે મુખ્ય રોલ કર્યો હતો. હવે ફરીવાર સલમાન સાથે એની પુત્રીની ઉંમરની આલિયા ભટ્ટ ચમકવાની છે.

ભણસાલી હરિદ્વાર ઉપરાંત ઋષીકેશ અને ઉત્તર કાશી પણ ગયા હતા. ત્યાં ધાર્મિક સ્થળોેએ જે તે મંદિરમાં પૂજાપાઠ કર્યા પછી તેમણે વિવિધ લોકેશનો પર નજર કરી હતી.

તેમના પ્રવક્તાએ કહ્યું હતું કે ટૂંક સમયમાં ભણસાલી સર ઇન્શાલ્લાહ ફિલ્મ શરૂ કરશે. ફિલ્મના શૂટિંગનો આરંભ બનારસ કે હરિદ્વારમાં થવાની શક્યતા છે. આ ફિલ્મ વિવિધ ધાર્મિક સ્થળોએ શૂટ થાય એવી યોજના ભણસાલી સરની જણાય છે. ભણસાલી સરે ગંગાઆરતીમાં પણ ભાગ લીધો હતો. જો કે હજુ કશું ફાઇનલ થયું નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gns3ol
via Latest Gujarati News

Post a Comment

0 Comments