બ્રહ્માસ્ત્રમાં રણવીર કપૂર સાથે કામ કરવા માટે આલિયા ભટ્ટે અયાન મુખર્જીને વિનંતી કરી હતી


મુંબઇ તા. 20  એપ્રિલ 2019, શનિવાર

મોખરાની ગણાતી અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે મેં ફિલ્મ સર્જક અયાન મુખરજીને વિનંતી કરી હતી કે બ્રહ્માસ્ત્રમાં મને રણબીર કપૂર સાથે કામ કરવાની ઇચ્છા છે, મને રોલ આપો.

એક ઇન્ટરવ્યૂમાં ખુદ આલિયાએ આ વાત પહેલીવાર જાહેર કરી હતી. યોગાનુયોગે આ ફિલ્મમાં સાથે કામ કરતાં કરતાં આલિયા અને રણબીરનાં મન મળી ગયાં અને બંને પ્રેમમાં પડયાં એ હકીકત હવે તો જગજાહેર છે.

હોલિવૂડની સુપરમેન અને આયર્ન મેન જેવી સુપરહીરો ફિલ્મોની જેમ ઇન્ડિયન સુપરહીરોની ફિલ્મ ટ્રિલોજી બનાવવાની ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની યોજના હતી. એ યોજનાના ભાગ રૂપે આ ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્ર નામે બની રહી છે જેમાં આલિયા અને રણબીર કપૂર ઉપરાંત મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સાઉથનો સુપરસ્ટાર નાગાર્જુન અને ટીવી સ્ટાર મૌની રોય પણ ચમકી રહ્યાં છે.

આલિયાએ કહ્યું કે અયાન જ્યારે યહ જવાની હૈ દિવાની  બનાવી રહ્યા હતા ત્યારે જ તેમના મનમાં બ્રહ્માસ્ત્રની સ્ટોરી રમતી હતી. એમણે આ ફિલ્મ બનાવવાની યોજના ઘડી એની માહિતી મને મળતાં મેં એમને વિનંતી કરી હતી કે મારે રણબીર કપૂર સાથે કામ કરવું છે. મને તમારી ફિલ્મમાં રણબીર સાથે સાઇન કરો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VT4tWR
via Latest Gujarati News

Post a Comment

0 Comments