
મુંબઇ તા.20 એપ્રિલ 2019, શનિવાર
ઊરી ફિલ્મ હિટ નીવડયા બાદ એ લિસ્ટના કલાકારોમાં ગણાતા થયેલા અભિનેતા વીકી કૌશલને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન હડપચી પર ગંભીર ઇજા થતાં તેર ટાંકા લેવા પડયા હતા.
ગુજરાતમાં ફિલ્મ સર્જક ભાનુ પ્રતાપ સિંઘની એક અનટાઇટલ્ડ ફિલ્મના શૂટિંગ દરમિયાન આ ઘટના બની હતી. જો કે વીકીએ ફિલ્મનું કામ અટકાવ્યું નહોતું. એણે ઇજા થવા છતાં શૂટિંગ અટકાવવાની ના પાડી હતી. પરંતુ ફિલ્મ સર્જકે તરત ડૉક્ટરને તેડાવીને એને યોગ્ય સારવાર મળે એની તકેદારી રાખી હતી.
સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે આ ઘટનાની વિગત ટ્વીટર પર મૂકી હતી. વાત એવી હતી કે દુનિયાનું સૌૈથી મોટું શીપ બ્રેકિંગ કરતા અલંગમાં ચાલી રહેલા શૂટિંગમાં વીકીએ દેાડતાં આવીને એક દરવાજો ખોલવાનો હોય એવું દ્રશ્ય ઝડપાઇ રહ્યું હતું. બન્યું એવું કે દરવાજો ખુલવાને બદલે વીકી પર પડયો હતો અને વીકીની હડપચી પર ગંભીર ઇજા થઇ હતી. તરત ધડાધડ લોહી વહેવા માંડયું હતું. તરત તબીબી મદદ લેવામાં આવી હતી. થોડી વાર માટે શૂટિંગ અટકાવી દેવું પડયું હતું એમ તરણ આદર્શે ટ્વીટર પર લખ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vfx5Nc
via Latest Gujarati News
0 Comments