આજ તો અમર અકબર એન્થની ડે હો ગયા : અમિતાભ બચ્ચન


મુંબઇ તા.20 એપ્રિલ 2019, શનિવાર

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના બ્લોગ પર નિયમિત ચાહકો જોગ કંઇ ને કંઇ લખતા રહે છે. શુક્રવારે દેશભરમાં જ્યારે હનુમાન જયંતી ઊજવાઇ રહી હતી ત્યારે અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું કે આજ તો અમર અકબર એન્થની ડે હો ગયા...

આ બ્લોગને જબરદસ્ત આવકાર મળ્યો હતો. એનું કારણ એ હતું કે શુક્રવારે એક તરફ જુમ્માની ઊજવણી થતી હતી તો બીજી બાજુ ઇસાઇ ધર્મનો ગૂડ ફ્રાઇ ડેનો તહેવાર હતો. આમ હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચન ત્રણે ધર્મના પર્વો ભેગા થઇ ગયા હતા. એ નિમિત્તે અમિતાભ બચ્ચને પોતાની મનમોહન દેસાઇએ બનાવેલી સુપરહિટ ફિલ્મ અમર અકબર એન્થની યાદ કરી હતી. આ ફિલ્મમાં અમરનો રોલ સદ્ગત વિનોદ ખન્નાએ, અકબરનો રોલ રિશિ કપૂરે અને એન્થનીનો રોલ ખુદ અમિતાભ બચ્ચને અદા કર્યો હતો. ઉપરાંત આ ફિલ્મમાં પ્રાણ, નિરુપા રૉય અને જીવન જેવા નીવડેલા કલાકારો હતા. 

આ ફિલ્મનું લક્ષ્મીકાંત પ્યારેલાલે તૈયાર કરેલું સંગીત પણ સુપરહિટ નીવડયું હતું. એ બધું યાદ કરીને  અમિતાભે શુક્રવારે હનુમાન જયંતીને અમર અકબર એન્થની સાથે મૂકીને પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IwgCho
via Latest Gujarati News

Post a Comment

0 Comments