પ્રતિબંધ બાદ ગૂગલ પર લોકો સર્ચ કરી રહ્યા છે How to Download Tik tok


નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર

વીડિયો શેરિંગ અને વિવાદસ્પદ એપ ટિકટોકને ગૂગલ અને એપલ સ્ટોરમાંથી દૂર કરી દેવામાં આવી છે. આ એપના 500 મિલિયનથી વધારે યૂઝર્સ છે આ એપ ઓછા સમયમાં જ ખૂબ લોકપ્રિય થઈ ચુકી છે. આ એપને દર મહિને 100 મિલિયન નવા યૂઝર્સ જોઈન કરે છે. જો કે ભારતમાં હવે તેને ડાઉનલોડ કરી શકાશે નહીં. પ્લે સ્ટોર પરથી આ એપને દૂર કર્યા બાદ ટિકટોકના ફેન્સ ગૂગલ પર સર્ચ કરવા લાગ્યા છે કે How to Download Tik tok ?

આ કારણે ગૂગલ ટ્રેંડમાં આ પ્રશ્ન સૌથી આગળ રહ્યો છે. કેન્દ્ર સરકારએ ગૂગલ અને એપલને ટિકટોક ડાઉનલોડ પર પ્રતિબંધ મુકવા આદેશ કર્યો હતો. આ આદેશનું પાલન કરતા બંને કંપનીએ ટિકટોકને ડિલીટ કો કર્યું પરંતુ તેના ફેન્સ વિવિધ રીતે ટિકટોક ડાઉનલોડ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં પણ પ્રતિબંધ બાદ ટિકટોક ડાઉનલોડની સર્ચ અચાનકથી વધી ચુકી છે. 

કેટલાક યૂઝર્સ તો પ્લે સ્ટોર અને એપ સ્ટોર સિવાય પણ ટિકટોક ડાઉનલોડ કરવા માટેના વિકલ્પ શોધવા લાગ્યા છે. એક રીપોર્ટ અનુસાર પ્રતિબંધ બાદ ટિકટોક ડાઉનલોડિંગ 15 ગણી વધી ચુકી છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VcB7pj
via Latest Gujarati News

Post a Comment

0 Comments