
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે ગુજરાતી ફિલ્ડ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને લગતા કાયદાઓ તથા નિર્માણ પ્રક્રિયાની સમસ્યા વિશે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, કોન્ફરન્સમાં ફિલ્મ ડિરેક્ટર ગુનીતા મોંગા, સુલેખા સિંઘ, અભિષેક જૈન અને નિર્માતાઓમાં મનીષ સૈની અને ધ્વની ગૌતમે ચર્ચા કરી હતી. કોન્ફરન્સમાં અભિષેક જૈને કહ્યું કે, પહેલા ગુજરાતી મુવીને સિનેમાઓમાં પ્રાઇમ ટાઇમના શો આપવામાં આવતા હતા, પરંતુ હવે પ્રાઇમ ટાઇમનો સમય બોલિવૂડ અને હોલિવૂડની મુવીને મળે છે જેના કારણે ગુજરાતી મુવીને નુકસાનનો સામનો કરવો પડે છે. ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવતા નવા લોકોને સારી રીતે ગાઇડ કરવાની ખૂબ જરૃર છે.
કન્ટેન્ટ અને સ્ટોરી સિવાય ગુજરાતી ફિલ્મોને ઘણી સમસ્યાઓ નડે છે
ગુજરાત સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝને આગળ લાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, ૭૫ લાખ સુધીની સબસીડી ઉપરાંત પણ ટેક્સમાંથી પણ રાહત મળે છે પરંતુ કન્ટેન્ટ અને સ્ટોરી સિવાય પણ ગુજરાતી ફિલ્મોને ઘણી સમસ્યાઓ નડે છે. જેના માટે નવા ડિરેક્ટરને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા સાથે ગુજરાતી કલ્ચરને ગુજરાતી મુવીમાં દર્શાવવુ પડશે. ઉપરાંત જૂની મુવીની સફળતા પરથી પણ શીખ મેળવવી પડશે. - ગુનીત મોંગા, ફિલ્મ ડિરેક્ટર
ઓછી જાણકારી હોવાથી નિર્માતા બે ફિલ્મ બાદ જોવા મળતા નથી
ઘણા નવા નિર્માતાઓને ફિલ્મ નિર્માણ બાદ સબસિડી કેવી રીતે મેળવવી અને ફિલ્મના રાઇટ્સ દ્વારા કેવી રીતે કમાણી કરી શકાય તેની જાણકારી નથી. તેથી તેઓ માત્ર એક બે ફિલ્મનું જ નિર્માણ કરી ઇન્ડસ્ટ્રીમાંથી વિદાય લેતા હોય છે. ઇન્ડસ્ટ્રીઝમાં નવા પ્રોડયુસર ટકી રહે તે માટે વર્તમાન સમયના લોકોએ તેમને સમજણ આપવી જોઇએ. - મનીષ સૈની, ફિલ્મ નિર્માતા
ફિલ્મ નિર્માણમાં લીગલ સિવાયની પણ બીજી સમસ્યાઓ
ફિલ્મ શૂટિંગમાં લીગલ સમસ્યાઓ તો હોય જ છે, તેની સામે ફિલ્ડ પર પણ બહારના લોકોની ઉત્સુક્તાના કારણે નિર્માણ કાર્ય અટકી પડતું હોય છે. લોકોમાં ફિલ્મ નિર્માણની ઓછી જાણકારી હોય છે તેના કારણે પણ સમસ્યાઓનો સમાનો કરવો પડે છે. આવી સમસ્યાઓથી કંટાળી ઘણા નિર્માતા અને દિર્ગદર્શક ફિલ્મ છોડતા હોય છે. સુલેખા સિંઘ, અભિનેત્રી
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UU1lOd
via Latest Gujarati News
0 Comments