
દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
ભારતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉશ્કેરણીજનક તેમ જ ફેક માહિતી ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ તાકીદ કરાઈ હતી. દરમિયાન ટ્વિટરે નવી પહેલ કરી છે. ટ્વિટરે ભારતમાં ઈલેક્શનને ધ્યાનમાં રાખીને નવું રીપોર્ટ ફીચર લોંચ કર્યું છે. કોઈ યુઝરની ટ્વિટરમાં કંઈક વાંધાજનક સામગ્રી હશે અથવા તો મતદાન બાબતે ભ્રામક માહિતી ફેલાતી હશે તો તેની સામે રીપોર્ટ કરી શકાશે.
નવી ટ્વીટ કરનારા યુઝરના નામની બરાબર જમણી બાજુ એક વિકલ્પનું બટન છે. એમાં ક્લિક કરવાથી સાતેક વિકલ્પો ઓપન થશે. એમાં 'રીપોર્ટ ટ્વીટ'ના વિકલ્પ પસંદ કરવાથી બીજા ચાર ઓપશન્સ ખુલશે અને એમાં મિસ લિડિંગ અબાઉટ ઈલેક્શન એના ઉપર ક્લિક કરવાથી રીપોર્ટ લખવાની સુવિધા મળશે. તેમાં કેવી રીતે ચૂંટણી બાબતે લોકોને મિસલીડ કરવામાં આવી રહ્યા છે તેની નાનકડી માહિતી લખીને ટ્વિટર મેનેજમેન્ટને સેન્ડ કરી શકાશે. તે પછી ટ્વિટર તેનું મૂલ્યાંકન કરશે અને પગલાં ભરશે.
ટ્વિટરે જણાવ્યું હતું કે આ ફીચર ચૂંટણી વખતે ખોટી માહિતી ફેલાતી અટકાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તેનું મૂલ્યાંકન કર્યા પછી જે તે યુઝરને દિવસો સુધી બ્લોક કરવા સુધીના પગલાં ભરાશે. ભારતમાં પહેલી વખત આનો પ્રયોગ થયો છે અને યુરોપના અમુક દેશોમાં તેની સુવિધા શરૃ થશે. એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં આ વિકલ્પ આપવાની ટ્વિટરને ખાતરી આપી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GyUEY0
via Latest Gujarati News
0 Comments