ગાર્ડનિંગમાં પાણીનો જરૃરિયાત પૂરતો ઉપયોગ કરવા 'ઓટોમેટિક પ્લાન્ટ વોટરીંગ સિસ્ટમ' તૈયાર કરાઇ


કે.કે. શાહ જરોદવાલા કોલેજ અને એસોસિએશન ઓફ કેમિકલ ટેકનોલોજી (આઇસીટીઆઇ) અંતર્ગત પાણી ઉપર ૧૨ જેટલા પ્રોજેક્ટ વર્ક રજૂ કરાયા હતા. જેના માટે જુદા જુદા વિભાગના વૈજ્ઞાાનિક કક્ષાના નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓના પાંચ ગુ્રપ હતા, જેમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, ઝુઓલોજી અને ગુ્રપમાં વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓએ આવનારા વર્ષોમાં જો આપણે પાણીનો બચાવ ન કરીએ તો કેટલી ભયંકર મુસીબત સર્જાશે અને આપણે કઇ રીતે પાણીનો બચાવ કરી રિસાઇકલિંગ કરી શકીએ તે વિષય પર પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા, જેમાં વોટર રિસાયકલિંગ, ડોમેસ્ટિક વોટર મેનેજમેન્ટ, વોટર ક્વોલિટી મેનેજમેન્ટ ડીપ ઇરિગેશન, વોટર પોલ્યુશન કંટ્રોલ ટેકનિક, વોટર ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ વોટર પ્યોરીફીકેશન, ઇન્ડસ્ટ્રીયલ વોટર પોલ્યુશન કંટ્રોલ ટેકનિક અને રિમૂવ ધ હેવિ મેટલ જેવા વિષય પર પ્રોજેક્ટ રજુ કરાયા.

જળસંકળ ઊભું ન થાય માટે અર્બન વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો 

અમે અર્બન વોટર મેનેજમેન્ટ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. શહેરમાં પાણીના કાપની બૂમો પડી રહી છે, આગળ જતા જળસંકટ ઊભું ન થાય તે માટે એક ઇન્સ્ટુમેન્ટ તૈયાર કર્યું છે જેનું નામ ઓટોમેટીક પ્લાન્ટ વોટરિંગ સિસ્ટમ છે. આ હોમ ઓટોમેશન સિસ્ટમ છે. આ ડિવાઇઝ મુખ્યત્વે પ્લાન્ટ અને ગાર્ડન્સ માટે કામ લાગશે. જે જમીનમાંના ભેજને માપવાનું કામ કરે છે. આ ડિવાઇઝને છોડની બાજુમાં લગાવવાથી જ્યારે જમીન સુકી પડે ત્યારે સિસ્ટમ દ્વારા પાણીનું સપ્લાય ચાલુ થઇ જશે અને જરૃરિયાત પૂરી થઇ જતા પાણી ઓટોમેટિક બંધ થઇ જશે આ સિસ્ટમની મદદથી આપણે પાણી અને છોડની બન્નેની કેર કરી શકીએ છીએ. - ગનિકા, નેહા, બબિતા અને દિનેશ

પાણીમાંથી હાનિકારક લેડને કાઢવા માટે કેળાની છાલનો ઉપયોગ કર્યો

અમે પાણીમાંથી હેવી મેટલ રિમૂવ કરવા માટેનું લાઇવ પ્રેઝન્ટેશન આપ્યું. આ પ્રોજેક્ટ માટે અમારે વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પાણી ભેગા કરવાના હતા પરંતુ ઘણી મહેનત પછી પણ કોઇ પણ ઇન્ડસ્ટ્રીએ તેમનું પાણી આપ્યું નહી તેથી પાણીમાં જાતે સોલ્યુશન બનાવ્યું, જેમાં ડેલ્યુટ સોલ્યુશનમાં અમે લેડ નાઇટ્રેટ નાખ્યું, લેડને પાણીમાંથી કાઢવા માટે અમે કેળાની છાલનો ઉપયોગ કર્યો હતો. કેળાની છાલને સુકવી, ક્રશ કરી લેડના સોલ્યુશનમાં છેલ્લે પોટેશિયમ આયોડાઇડ ઉમેર્યુ અને  અને હ્યુમન બોડી માટે ખતરનાક લેડને પાણીમાંથી બહાર કાઢ્યુ હતું.- નિલમ, ચિંતન, નિલમ, કામિની, મિતેશ અને તેજલ

વૉશરૃમના લિકેજને કારણે એક મહિનામાં 8616 લીટર પાણીનો વ્યય થાય છે

અમે વોટર ઓડિટ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ માટે અમે અમારા કોલેજના વોશરૃમથી શરૃઆત કરી હતી જેના ૧૦ ટેબ્સના લિકેજમાંથી પ્રતિ મિનિટે ૨૩ મી.લી.પાણી વેસ્ટ થતું અને તેને કારણે એક મહિનામાં એવરેજ લીકેજને કારણે ૮૬૧૬ લીટર પાણી વેસ્ટ થાય છે. આ સાથે કેમેસ્ટ્રીની લેબમાં થતા એક વોલ્યુમેટ્રીક એક્સપેરિમેન્ટ પાછળ ૨૫૦ મી.લી.પાણી વેસ્ટ થાય છે. આ પછી અમે કોલેજના પાણીની કેપેસિટીનો ડેટા કાઢ્યો હતો. પરિણામે લિકેજ બંધ કરવાની જરૃર છે અને ટેબ્સમાં વોસરનો ઉપયોગ કરવાની જરૃર છે. - રિચા, વ્યોમ, પાર્થ, દિવ્યા, ભાવેશ અને રુદ્રિ - બી.એસસી. સ્ટુડન્ટ



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GFfSUa
via Latest Gujarati News

Post a Comment

0 Comments