હવે મહિલાઓ પણ સરહદે દેશની રક્ષા કરશે : ભરતી પ્રક્રિયા શરૂ


નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર

ભારતીય સેનાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. ભારતીય સેનાએ મિલિટ્રી પોલિસમાં મહિલાઓની ભરતી માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૃ કર્યુ છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ આઠ જુન નક્કી કરવામાં આવી છે.

લગભગ બે વર્ષ પહેલા આર્મી ચીફ બિપિન રાવતે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે ટૂંક સમયમાં મહિલાઓ સરહદ પર જવાન તરીકે જોવા મળશે. સેના મહિલાઓની મિલિટ્રી પોલિસ તરીકે ભરતી કરવાની દિશામાં વિચારી રહી છે. ત્યારે આ વાત હવે શક્ય બની છે.વર્તમાન સમયે મહિલાઓને મેડિકલ, શિક્ષણ, ન્યાય, એન્જિનયરીમગ જેવા ક્ષેત્ર પસંદગી માટેના વિકલ્પ આપવામાં આવશે.

હાલમાં સેના ૮૦૦ મહિલા પોલિસની ભરતી કરવાનું વિચારી રહી છે. રક્ષા મંત્રાલય જાન્યુઆરી સુધીમાં મહિલા મિલિટ્રી પોલિસ તૈયાર કરશે. સેનાની ભરતી પ્રક્રિયા માટેની અધિકારીક વેબસાઇટ પર હાલ ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ છે. ભરતી પરિક્ષાના આધારે મહિલાઓની ભરતી કરવામાં આવનાર છે. મિલિટ્રી પોલિસમાં કુલ ૨૦ ટકા મહિલાની ભરતી કરવામાં આવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ITTKrG
via Latest Gujarati News

Post a Comment

0 Comments